પોરબંદરઃ ગુજરાત સરકાર દ્વારા CM ફેસબુક પેજ પર શુક્રવારે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સીલન્સ એવોર્ડ 2020નું આયોજન કરાયું હતું. જેમાં ટુર્સ અને ટુરિઝમ ક્ષેત્રના અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020માં ઇનિસિએટિવ ટુરિઝમ ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં રનર્સઅપ તરીકે પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ કમિટિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી પોરબંદરના લોકો એ ગૌરવની લાગણી અનુભવી હતી. ત્યારે આ એવોર્ડમાં નર્મદા જિલ્લાને એવોર્ડ મળ્યો હતો.
કોરોના સંક્રમણના કારણે 7 મહિનાથી અસમાવતી રિવર ફ્રન્ટ બંધ રાખવામાં આવ્યો છે. તાજેતરમાં તાજમહેલ લોકો માટે કોરોના સંક્રમણની ગાઈડલાઈનને ખાસ ધારાધોરણ રાખી ખુલ્લો મુકવામાં આવ્યો છે, તો પોરબંદર અસમાવતી રિવર ફ્રન્ટ વહેલી તકે ખોલવામાં આવે તેવી લોક માગ ઉઠી છે .