જૂનાગઢ: આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન માછીમારોની સાથે બોટ માલિકો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે ખૂબ જ આશા ભરી જોવામાં આવી રહી છે ચોમાસાના પ્રારંભમાં દિવસોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે જેને કારણે દરિયામાં માછલીની સંખ્યાથી લઈને કોરોના બાદ પ્રથમ વખત ભારતીય માછલીની નિકાસ ચાઇનામાં થવા જઈ રહી છે જેને લઈને નવી સિઝન માછીમારો માટે અનેક આશા ના કિરણો લઈને આવી રહી છે.
આવતી કાલથી થશે માછીમારીની સિઝનનો પ્રારંભઃ આવતી કાલથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પાછલા વર્ષોની સરખામણીએ આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન માછીમારોની સાથે બોટના માલિકો અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો કે જે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે ઘણી આશા અને અપેક્ષાઓ નવી સિઝન પ્રત્યે રાખી રહ્યા છે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ચોમાસાના પ્રારંભના દિવસોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે જેને કારણે દરિયામાં માછલીઓની સંખ્યામાં ચોક્કસ પણે વધારો થયો હશે તેવા ઉજળા સંજોગોની વચ્ચે આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન પ્રત્યે માછીમારો બોટના માલિકો અને ઉદ્યોગકારો અનેક આશાઓ સેવી રહ્યા છે.
ડીઝલમાં મળતી સબસીડી માછીમારોની ચિંતાઃ કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને માછીમારી બોટમાં ઉપયોગમાં આવતા ડીઝલને સબસીડી યુક્ત આપવામાં આવે છે પરંતુ ડીઝલની સબસીડી માછીમારોને યોગ્ય સમય રહેતા નહીં મળતા બોટના માલિકોમાં ડીઝલની સબસીડી ને લઈને ચિંતા જોવા મળે છે અગાઉ ના વર્ષોમાં માછીમારોને સબસીડી યુક્ત ડીઝલ આપવામાં આવતું હતું. પરંતુ હવે બજાર કિંમતે ડીઝલની ખરીદી કર્યા બાદ માછીમારોને તેની સબસીડી તેમના ખાતામાં પરત કરવામાં આવે છે જેની પાછળ પાંચ છ મહિના જેટલો સમય લાગે છે જે બોટ માલિકો માટે ખૂબ જ નિરાશા જનક માનવામાં આવી રહ્યું છે.
કોરોના બાદ માછલીની ચાઇનામાં થશે નિકાસઃ ભારત માંથી સૌથી મોટા પ્રમાણમાં રો ફીસ તરીકે રીબન ફીશ ચાઇનામાં નિકાસ કરવામાં આવે છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન કોરોના સમયને કારણે ચાઇનામાં ભારતીય માછલીઓની નિકાસ બંધ જોવા મળી હતી ભારતના દરિયામાં મળતી રીબીન ફીસ નું ખરીદદાર ચાઇના સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવે છે જેથી માછીમારો અને બોટના માલિકોની સાથે ઉદ્યોગકારો પણ રીબીન ફીશ ચાઇનામાં એક્સપોર્ટ કરીને સારું આર્થિક હુડિયામણ મેળવી રહ્યા હતા પરંતુ કોરોના કાળ બાદ આ વર્ષથી ફરી એક વખત માછલીની નિકાસ મુક્ત મને થવા જઈ રહી છે જેને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે નવી સિઝન નિકાસને લઈને અનેક આશાઓ સાથે આવી રહી છે.
પાકિસ્તાની સજાને લઈને માછીમારોમાં ચિંતાઃ આ વર્ષથી પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલંઘન કરનાર કોઈ પણ માછીમાર ને પાંચ વર્ષની સજા કરવાના નિર્ણયની જાહેરાત કરી છે જેને લઈને માછીમારોમાં ખૂબ ચિંતા જોવા મળે છે અગાઉ પાકિસ્તાન દ્વારા સરતચૂકથી કે અકસ્માતે પાકિસ્તાની જળ સીમામાં ભારતીય માછીમારો ઘૂસી જતા હોય છે જેને પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડીને તેને જેલમાં ધકેલવામાં આવે છે જ્યાં ત્રણ વર્ષ રાખ્યા બાદ તેને મુક્ત કરી દેવામાં આવે છે પરંતુ ત્રણ વર્ષની સજામાં પાકિસ્તાને બે વર્ષનો વધારો કરીને પાંચ વર્ષ કરી છે જેને કારણે માછીમારોમાં ખૂબ ચિંતા જોવા મળે છે.
આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે માછલીઓની સંખ્યા ખૂબ સારી બની હશે જેનો ફાયદો માછીમારોને ચોક્કસપણે થશે પરંતુ પાકિસ્તાને સજામાં બે વર્ષનો વધારો કર્યો છે તે માછીમારો માટે નવી સમસ્યા રૂપે સામે આવી રહ્યો છે. જીગ્નેશ પરમાર(સ્થાનિક માછીમાર)
બોટના માલિકોએ વ્યક્ત કર્યો આશાવાદઃ પાછલા ઘણા સમયથી માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા બોટના માલિક રસિકભાઈ પાંજરીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે નવી સીઝન અનેક આશાઓ લઈને આવી છે પરંતુ બોટના માલિક તરીકે માછીમારી દરમિયાન થતા ખર્ચને લઈને તેઓ ચિંતીત છે ખાસ કરીને માછીમારી દરમિયાન 20 દિવસની સફર દરમ્યાન અંદાજિત 4 લાખ રૂપિયા કરતાં વધુનું ડીઝલ માછીમારી દરમિયાન વપરાશ થાય છે જેની સબસીડી સરકાર તુરંત માછીમારોને પરત કરે અથવા તો સબસીડી યુક્ત ડીઝલ માછીમારોને પૂરું પાડે તો માછીમારી ઉદ્યોગને નવા શ્વાસ મળતા જોવા મળશે.
માછીમાર અગ્રણીએ આપ્યો પ્રતિભાવઃ પાછલા ઘણા વર્ષોથી માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લલિત ફોંફંડી એ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે જે રીતે કોરોના સમય બાદ માછલીની નિકાસ બિલકુલ ઠપ થઈ ગઈ હતી જે આ વર્ષે ત્રણ વર્ષ બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે ભારતીય માછલીઓનો સૌથી મોટો ખરીદદાર દેશ ચાઇના છે અહીં ભારતની રીબીન ફિશ પુષ્કળ પ્રમાણમાં માંગ હોય છે પરંતુ માછીમાર ઉદ્યોગકારો દ્વારા માછલીની એક્સપોર્ટને લઈને યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં માછલી ની કિંમત માછીમારો અને બોટના માલિકો સુધી સમયસર પહોંચાડવામાં આવતી નથી જેને કારણે પણ માછીમારો અને બોટના માલિકો આર્થિક સંકળામણમાં જોવા મળે છે.