પોરબંદર: શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનના PI એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એન.ચુડાસમા પોલીસ સ્ટાફ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન હેડકોન્સટેબલ ભરતસિંહ તથા લોકરક્ષક અક્ષયભાઇને બાતમી મળી હતી કે અમુક શખ્સો ભંગારની હેરાફેરી કરી રહ્યા છે. માહિતી મુજબ ઠકકરાર હોસ્પિટલ પાસે આવેલા બ્રહ્માકુમારી પાસે નજીકના પંપ હાઉસની પાસે બાવળની કાંટમાં અમુક લોકો ભંગારની હેરાફેરી કરે છે.
જે બાદ પોલીસે માહિતી મુજબ તે જગ્યાએ પહોંચી હતી અને કુલ 6 લોકોને ઝડપી પાડ્યા હતા. આ લોકો ભંગારનો ઢગલો કરી ભંગારની હેરફેરી કરી રહ્યા હતા. જે બાદ તમામ પાસેથી આ સામાન બાબતે પુછપરછ કરવામાં આવી હતી. જેથી આરોપીઓ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12 દિવસથી થોડો થોડો લોખંડ તેમજ વાયરનો ભંગાર ચોરી કરીને ભેગો કરતા હતા. આ ભંગારની કિંમત લગભગ રૂપિયા 43036 જેટલી છે.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
પોરબંદર GEB ના સામાનની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો - પોરબંદરના સમાચાર
પોરબંદર પોલીસને માહિતી મળી હતી કે, અમુક શખ્સો ભંગારની હેરાફેરી કરી રહ્યા છે. મળેલી બાતમીને આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને 6 લોકો સાથે પુછપરછ કરી હતી.