- પોરબંદરમાં ગરબા વિથ યોગનો કાર્યક્રમ યોજાયો
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ગરબા સાથે અનેક મહિલાઓએ કર્યા યોગા
- કોરોનાના રોગથી મુક્તિ અને ઇમ્યુનિટી પાવર વધારવામાં યોગ અત્યંત ઉપયોગી
પોરબંદરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના યોગમય ગુજરાતના સપનાને સાકાર કરવા માટે ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લાઓમાં યોગ ટ્રેનર્સ તથા યોગ કોચની નિમણૂંક કરી ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ ક્લાસ શરૂ કરવામા આવ્યા છે. ત્યારે યોગ સાથે ગરબાનું કોમ્બિનેશન કરી યોગનો વધારે લોકો ઉપયોગ કરે તે હેતુથી પોરબંદરના વ્રજભુવન સોસાયટીમાં ગરબા વિથ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગરબાની પરવાનગી નથી, પરંતુ યોગા સાથે ગરબાને જોડી લોકોમાં અનોખો મેસેજ પાહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઘેર બેઠા પણ મહિલાઓ કે અન્ય લોકો માતાજીની આરાધના સાથે આ પ્રકારના યોગા કરી શકે છે.
યોગા કરવાથી પગ અને કમર ના દુઃખાવામાંથી મળ્યો છુટકારો
યોગ સાધકોનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ જુદા-જુદા જિલ્લાઓમાં જઇને યોગ ટ્રેનર્સ, યોગ કોચ સાથે યોગ સંવાદ કરી રહ્યા છે. ત્યારે પોરબંદરની વ્રજભૂમિ સોસાયટીમાં અનેક મહિલાઓ યોગ અભ્યાસની સાથે સાથે ગરબા કોમ્બિનેશન કર્યું હતું અને અનેક મહિલાઓ યોગાથી સ્વસ્થ પણ થઈ છે.