ETV Bharat / state

અમદાવાદમાં કોરોના યોદ્ધા બની પોરબંદરના તબીબોની 4 ટીમ કરી રહી છે દેશસેવા - corona cases increased in gujarat

પોરબંદરના તબીબોની 4 ટીમ અમદાવાદના અસારવા અર્બન સેન્ટર અંતર્ગતના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને છેલ્લા ૧૨ દિવસમાં ૪૦ હજારથી વધુ લોકોનો સર્વે કરીને તેમને કોરોના વાઇરસના સંક્રમણથી બચવાની જાણકારી આપી રહ્યા છે.

પોરબંદરના તબીબોની ચાર ટીમ કોરોના યોદ્ધા બની આપી રહી છે અમદાવાદમાં સેવા

author img

By

Published : May 31, 2020, 6:57 PM IST

પોરબંદર: પોરબંદરના તબીબોની ૪ ટીમ અમદાવાદના અસારવા અર્બન સેન્ટર ખાતે ઘરે ઘરે ફરીને શરદી, ઉધરસ, તાવ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી બિમારીઓના દર્દીઓ, નાના બાળકો તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની માહિતી એકઠી કરીને કપરા સમયમાં લોકોને કોરોના વાઇરસના સંક્રમણથી બચવાની માહિતી આપવાની મહત્વની કામગીરી કરી રહ્યા છે.

પોરબંદરના તબીબોની ચાર ટીમ કોરોના યોદ્ધા બની આપી રહી છે અમદાવાદમાં સેવા
પોરબંદરના તબીબોની ચાર ટીમ કોરોના યોદ્ધા બની આપી રહી છે અમદાવાદમાં સેવા

આ વિશે ડો.હિતેશ રંગવાણી અને ડો.જીતેન્દ્ર મારૂએ જણાવ્યું હતું કે, ''કોરોના મહામારીનું સંક્રમણ વધુ ફેલાય નહી, તે જરૂરી છે. અમદાવાદમાં અન્ય શહેરોની સરખામણીએ વધુ કેસ હોવાથી અમે પોરબંદરથી પાંચ RBSK મેડિકલ ઓફિસર તથા પેરામેડીકલ સ્ટાફની ચાર ટીમ બનાવી છે. અમારા દ્વારા ૧૯ તારીખથી અમદાવાદના અસારવા વિસ્તારના ઝંડા ચોક, ઠાકોરવાસ, સોરઠ મિલ છાપરા સહિતના સ્લમ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ૪૦ હજારથી વધુ લોકોના સર્વે તથા આરોગ્યલક્ષી જાણકારી આપી કોરોના વાઇરસના સંક્રમણથી કેમ બચવુ તેની જાણકારી પૂરી પાડવામાં આવી છે.''

પોરબંદરથી તબીબો સાથે સેવા આપવા આવેલા RBSK FHW તરીકે ફરજ બજાવતા રેખાબેન વાસણે કહ્યું કે, ''કોરોના મહામારી સામે લડી રહેલા દેશને મદદરૂપ થવુ એ એક નર્સ તરીકે મારી ફરજ છે. મને ગર્વ છે કે હું આવા કપરા સમયે કોરોના વોરિયર બનીને લોકોનો સર્વે કરી યોગ્ય જાણકારી પૂરી પાડી રહી છું. પોરબંદરથી સેવા આપવા ગયેલા ડો.વિવેક યોગાનંદી, ડો.કરણ વિઠલાણી, ડો.ભરત મારૂ, ફિમેલ હેલ્થ વર્કર્સ ભાવનાબેન મકવાણા, વેગડા હિનાબેન, ડાભી પુજાબેન તથા ફાર્માસિસ્ટ દેવલભાઇ મોઢા અને રોહનભાઇ માલવીયા અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.