કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી પોરબંદર પોલીસ
ડોકટરે માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો
કોરોના કાળમાં લોકો પાસેથી પૈસા લૂંટતો હતો બોગસ ડોક્ટર
પોરબંદર: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પવાર અને પોરબંદર જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈનીની સૂચના અનુસાર જિલ્લામાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ સી ગોહેલ ને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસ.ઓ.જી.ના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મોહિત રાજેશભાઈ તથા યુ એલ આર સંજય કરસન ભાઈને બાતમી મળી હતી કે છાયા નવાપરાના વાછડા દાદાના મંદિર પાસે રહેતા ચંદુલાલ ભાણજીભાઈ જાદવ કે જેમણે માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હોવાથી અને કોઈપણ જાતની ડોક્ટરની માન્ય યુનિવર્સિટી ની લાયકાત કે ડિગ્રી હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરી અલગ અલગ જાતની કેપ્સુલ તથા ઇન્જેક્શન વગેરે દવાઓ આપી પ્રેક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેક્શન તથા મેડીકલ તપાસણી ના સાધનો મળી કુલ કિંમત રૂ 20,563 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં જોડાયેલો પોલીસ સ્ટાફ
આ કામગીરીમાં પોરબંદરના PI કે આઈ જાડેજા PSI એચ સી ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સરમણભાઈ સવદાસભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજા મોહિતભાઈ ગોરાણીયા સંજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર ગીરીશભાઈ વાંજા રોકાયા હતા.