- શિક્ષિકા પ્રીતિબેન કોટેચાએ ETV Bharat સાથે વાત કરી
- પ્રીતિબેન કોટેચાના બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે
- રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવ્યો છે
પોરબંદર : નવરાત્રી (Navratri 2021) એટલે શક્તિ અને ભક્તિનો તહેવાર, ભારત સહિત વિશ્વભરમાં રહેતા ભારતીયો આ તહેવાર ઉજવે છે, ત્યારે ETV Bharat દ્વારા નારીશક્તિને વંદન અંતર્ગત શક્તિ વંદનમાં પોરબંદરના શિક્ષિકા પ્રીતિબેન કોટેચા( પ્રશ્નાણી ) કે, જેઓ બાળવાર્તા અને બાળગીતો પણ લખે છે, આ ઉપરાંત તેમજ પ્રીતિબેનના બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેઓએ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવ્યો છે.
ETV Bharat સાથે પ્રીતિબેન કોટેચાનો સંવાદ
સવાલ : આપે શિક્ષક બનવાની પ્રેરણા બાળપણમાં ક્યાંથી મેળવી?
જવાબ : મારો જન્મ પોરબંદરમાં સામાન્ય પરિવારમાં થયો હતો અને અમે ચાર બહેનો હતી. સમાજમાં પણ એવી રીતે જોવામાં આવતું કે ચાર દિકરીઓ છે, તો કેવી રીતે આગળ વધશે પિતા શિક્ષક હતા, પિતાના વ્યવસાયને પસંદ કર્યો અને તેના માથી પ્રેરણા લઈને 1998માં બીએડ કર્યું અને સરકારી શિક્ષક તરીકે નોકરી મળી.
સવાલ : જે સ્કૂલમાં ભણતા તે સ્કૂલમાં જ શિક્ષક તરીકે તમે ફરજ બજાવો છો તમારી શાળા પ્રત્યે શું ભાવ છે?
જવાબ :હું સરકારી શાળામાં ભણી છું અને સરકારી શાળામાં ભણીને પણ આગળ વધી શકાય છું. તે હું બાળકો માટે પ્રેરણારૂપ બની શકી છું અને આ મારા માટે એક ગૌરવની વાત છે.
સવાલ : બાળગીત અને બાળવાર્તા ના શોખ અંગે જણાવશો?
જવાબ : જ્યારે મને નોકરી મળી ત્યારે નાના ભૂલકાઓ ને જોતો બાળગીત અને બાળવાર્તા તેની જીવાદોરી ગણાય છે, ત્યારે બીજા પાસેથી બાળ ગીત ગાતી અને ગવડાવતી ત્યારે ઘણીવાર રાગ ભુલાઈ જતો હતો અને મને થયું કે હું જ બાળકો માટે સર્જન કરૂ અને મેં લેખનની શરૂઆત કરી સાહિત્ય અકાદમી દ્વારા પાંચ હજારનો પુરસ્કાર મળ્યો અને બાળગીતનું પુસ્તક 2010માં રંગીલા પતંગિયા બાળકાવ્ય સંગ્રહ તરીકે પુસ્તક પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત બાળવાર્તા તરીકે 5 સપ્ટેમ્બર 2021ના રોજ જંગલમાં લોકડાઉન બાળવાર્તા નામનું પુસ્તક બાળકોને સમર્પિત કર્યું હતું. આથી લેખન અને બાળગીતથી પ્રેરણા બાળકો દ્વારા જ મળી છે
આમ, પ્રીતિબેન કોટેચાએ ETVભારત સાથે સંવાદ કરતા જણાવ્યું કે, મહિલાઓ માત્ર ઘરના ઉબરાથી સુધી નહી પરતું. પોતાની આવડત પ્રમાણે જો સમાજમાં પોતાનુ યોગદાન દર્શાવે તો દેશ માટે અને આવનારી પેેઢીઓ માટે અલગ પ્રકાશ પડી શકે છે.
આ પણ વાંચોઃ ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા
આ પણ વાંચોઃ Navratri 2021: નવરાત્રીમાં કલશની સ્થાપના માટે શુભ મુહર્ત, પૂજા પદ્ધતિ અને સામગ્રીની યાદી જાણો