પોરબંદરઃ શહેરમાં પોલીસે પેટ્રોલીગ દરમિયાન બાતમીને આધારે રોકડીયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર પાસે રહેતા વિનોદ કોટીયાના મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યોં હતો.
પોલીસને બાતમી મળી હતી કે, રોકડીયા હનુમાન મંદિર પાછળ ગીતાનગરમાં રહેતા વિનોદ કોટીયાએ વગર પરમીટે પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલો છે. જે આધારે તપાસ કરતાં મકાનમાંથી વિદેશી દારૂની 118 બોટલ સાથે 46,950 રૂપિયાનો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.