પોરબંદર: જિલ્લાના રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકાના સંવાદ કાર્યક્ર્મમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી કોંગ્રેસ આગેવાનો, ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા તેમજ દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસ આગેવાન મુળુભાઇ કંડોડિયા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા, તેમજ ત્રણેય તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
![પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:32:20:1598184140_gj-pbr-02-congress-meeting-10018_23082020172948_2308f_1598183988_1038.jpg)
આ સાથે સંવાદ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી ચૂંટણીઓ આધારિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:32:20:1598184140_gj-pbr-02-congress-meeting-10018_23082020172948_2308f_1598183988_845.jpg)
આ કાર્યક્રમમાં વિધિવત રીતે કોંગ્રેસના ખેસ ધારણ કરી વિક્રમભાઈ દાસા, પ્યાર અલી પોપટિયા (ખોજા જ્ઞાતિના આગેવાન રાણાવાવ), મિલન સોની (સોની જ્ઞાતિ પ્રમુખ), અમિનભાઈ પઢિયાર (રાણાવાવ), રફિકભાઈ પઢિયાર (રાણાવાવ) કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે પક્ષમાં જોડાયા હતા.
![પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:32:19:1598184139_gj-pbr-02-congress-meeting-10018_23082020172948_2308f_1598183988_71.jpg)