- મહિયારી ગામે તાલુકા પંચાયત પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
- સાંસદને રજુઆત કરવા માટે ટોળું થયુ હતું એકત્ર
- પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોરબંદરઃ જિલ્લામાં કુતિયાણાના મહિયારી ગામમાં આગેવાન અને તાલુકા પંચાયત પ્રમુખ ભરત વજશી પરમાર અને અન્ય વ્યક્તિઓએ સાંસદ સભ્ય રમેશ ધડુકને રજુઆત કરવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
પુલના બાંધકામ અંગે રજુઆત કરવા માટે કાર્યક્રમનું આયોજન
મહિયારી ગામની સીમમાં વરસાદને લીધે થયેલી જમીન ધોવાણ અને પુલના બાંધકામ અંગે સાંસદને રજુઆત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અંતર જળવાતું ન હતું. તેમજ ઘણા વ્યક્તિઓએ માસ્ક પણ પહેર્યું ન હતું. જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન
આ કાર્યક્રમનું આયોજન કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પરમારની આગેવાનીમા થયું હતું. જેમાં જાહેરનામાનો ભંગ થયો હોય જેથી પોલીસે ભરત પરમાર સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.