- ધારાસભ્ય કાંધલ જાડેજાને દારૂ પીવાના કેસમાં બિન તહોમત છોડી મૂકવા કોર્ટનો આદેશ
- રાજકીય કિન્નાખોરી નો ભોગ બન્યા હતા કાંધલ જાડેજા
- વકીલ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાની અરજી કરાઈ
પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા સામે પોરબંદરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતા તેને સમન્સ ઈશ્યુ કરતા તેઓના નામદાર કોર્ટમાં હાજર રહેવા અને તેઓને CRPI કલમ 2007 મુજબ પોલીસ પેપરની નકલ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ તેમના વકીલ દ્વારા કેસ ડિસ્ચાર્જ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાની અરજી મૂકવામાં આવી હતી.
રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતા કાંધલ જાડેજા
આ કેસને લગતા તમામ પાસાઓ અને તથા કાયદાકીય જોગવાઈ, અદાલતના ચુકાદાઓ, અને દલીલો કરવામાં આવી કે અરજદાર કાંધલ જાડેજા બોખીરા પોરબંદર મુકામે રહે છે. તેઓ મેર જ્ઞાતિના આગેવાન છે, અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કુતિયાણા તાલુકાની જનતાની સેવામાં કાર્યરત છે. સામાજીક આગેવાન તથા ધારાસભ્ય હોવાથી તેઓ અવારનવાર રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોય છેે. તેમજ રજૂ થયેલા પોલીસ પેપર, મેડિકલ પેપર તેમજ યોગ્ય તપાસ થયેલ નથી વગેરે મુજબની દલીલો સાથે કાયદાના આધાર પુરાવો રજૂ રાખી દલીલો કરવામાં આવી હતી. સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરવામાં આવી છે. તેઓએ દલીલ કરતાા જણાવ્યું કે, ગુનાની સજાની જોગવાઈ મુજબ હાલનો કેસ ચલાવવાને પાત્ર થતો હોય છે. આથી કેસ ડિસ્ચાર્જ કરી શકાય નહિ. આરોપી તરફે આપવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી રદ કરવા દલીલો રજુ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ પોરબંદરના નામદાર જુડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશન એક્ટના ભંગ બદલાના ગુનામાંથી ડિસ્ચાર્જ કરી બિનતહોમત છોડી મૂકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરવામાં આવ્યો છે.
વકીલો દ્વારા ધારદાર દલીલો કરાઈ
આ કામમાં પોરબંદરના ધારાશાસ્ત્રી જે.પી.ગોહેલ ઓફીસ તરફથી એમ જી શીંગરખીયા, એન .જી. જોશી, એમ. ડી.જોશી, રાહુલ એમ શીંગરખીયા, વિનોદ જી પરમાર, પંકજ પરમાર, જીગ્નેશ ચાવડા તથા મયુર સાવનિયા રોકાયેલા હતા.