ETV Bharat / state

પોરબંદરમાં સર્વત્ર ભગવો: કોંગ્રેસના સુપડા સાફ થતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું રાજીનામું

author img

By

Published : Mar 3, 2021, 7:17 AM IST

પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંં ભાજપને 16-16 બેઠકો મળી હતી. આથી, પોરબંદરમાં કોંગ્રેસની કારમી હાર થતાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથા ઓડેદરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.

પોરબંદરમાં કોંગ્રેસના સુપડા સાફ થતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું રાજીનામું

  • ભાજપને લોકોએ આપ્યું ભારે સમર્થન : ભાજપ જિલ્લા પ્રમુખ
  • પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથા ઓડેદરાએ હાર સ્વીકારી
  • ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસની હાર થતાં નાથાભાઇએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

પોરબંદર: જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસની કારમી હાર થતાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથા ઓડેદરાએ હાર સ્વીકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંં ભાજપને 16-16 બેઠકો મળતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'લોકોએ વિકાસને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસને જાકારો આપ્યો છે. પોરબંદર જિલ્લામાં વધુ વિકાસ કરશું અને લોકોને વધુ સુવિધાઓ આપશું તેવું વચન પણ આપ્યું હતું.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર

પોરબંદર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર તાલુકા પંચાયતમાં કિંદરખેડાની બેઠક પરથી અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ રામદેવ મોઢવાડિયાની હાર થઈ હતી. આ ઉપરાત, પોરબંદરના કોંગ્રેસ અગ્રણી જીત આગઠની વોર્ડ નં. 3 માંથી હાર થઈ હતી. જ્યારે નાથા ઓડેદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની વોર્ડ નં. ચારમાં હાર થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.