પોરબંદર: દેશભરમાં 21 દિવસ સુધી lockdown છે, ત્યારે આ નિયમનો ભંગ કરે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. એ જાણકારી હોવા છતાં અનેક લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી. પોરબંદર જિલ્લાના મિયાણી ગામે ગોંડલના મજૂરો વાહનમાં પોતાના વતન ગોંડલ જવા મીયાણી ગામના સરપંચ જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરાએ ગ્રામ પંચાયતના લેટરપેડ પર લખાણ કરી આપ્યું હતું, જેની પોલીસને જાણ થતા મીયાણી ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
આ ઉપરાંત પર કરિયાણાની દુકાન ધરાવતા લોકો તથા પાન મસાલાના ધંધાર્થીઓ સહિત અનેક લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તો કુણવદર ગામના સરપંચે મજૂરોને બહાર ન જવા દેવા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.