પોરબંદર: ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ચાલતી બસ સેવા બંધ કરવામાં આવી હતી. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન બસ સર્વિસ યોજના અંતર્ગત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ફરીથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તેવું નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
સંપૂર્ણ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ આગામી દિવસોમાં રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જેમાં પોરબંદરને 13 બસ પોરબંદરના છાયા, બોખીરા, ખાપટસ ધરમપુરને આવરી લઇ 11 રૂટ પર જશે અને આધુનિક બસ સ્ટોપની સુવિધા પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળ્યા બાદ પાંચથી છ મહિના જેટલો સમય લાગશે તેમ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર હેમત પટેલે જણાવ્યું હતું.