- 16 જૂનથી ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર ખુલ્લું મુકાશે
- કોરોનાની બીજી લહેરમાં બે મહિના બંધ રહ્યું હતું
- કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે પ્રવેશ અપવામાં આવશે
પોરબંદર : કોરોના મહામારી દરમિયાન સરકારની સૂચના મુજબ અનેક જાહેર સ્થળો અને મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા આજે એટલે કે 16 જૂનથી સરકારની સુચના મુજબ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ગાંધીજીનું જન્મસ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
કોવિડના નિયમોના પાલન સાથે પ્રવાસીઓને અપાશે પ્રવેશ
ગાંધીજીનું જન્મ સ્થળ એક ઐતિહાસિક સ્મારક હોવાથી અને આ સ્થળની મુલાકાત લેવા અનેક દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ખતરો હતો. આથી અંદાજે બે મહિનાથી કીર્તિ મંદિર બંધ રાખવા સરકારની સૂચના હતી. ત્યારે કોરોનાની મહામારી ઓછી થતા 16 જૂનથી કીર્તિ મંદિર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા કોવિડના નિયમોનું પાલન કરાવવામાં આવશે તેમજ અહીં સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે.