પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવેલી સિંહણ સરિતાએ ગઇકાલેબે બચ્ચાને જન્મ આપ્યો હતો. સરિતાને વનવિભાગના વેટરનરી ડોકટર તથા સ્થાનિક સ્ટાફના સતત નિરીક્ષણ હેઠળ રાખેલી હતી. હાલમાં સાતવિરડા ખાતે બે નર 'એ–વન' તથા 'નાગરાજા', બે માદા 'સરિતા' તથા 'પાર્વતી' તથા જન્મેલા બે બચ્ચાં મળી કુલ છ પ્રાણીઓ છે તેવુ વનવિભાગ અધિકારીએ જણાવ્યું હતું.
એશિયાઈ સિંહ ફકત ગીર તથા ગીરનાજંગલો તથા આજુબાજુના વિસ્તારોમાં જ જોવા મળે છે. બીજી કોઈપણ જગ્યાએ આ સિંહ જોવા મળતા નથી. જે આપણા સૌરાષ્ટ્ર્રનું ગૌરવ ગણાય છેઅને ભવિષ્યમાં આવનાર સમય માટે પોરબંદર જિલ્લાના બરડા વન્યપ્રાણી અભ્યારણ્યને સિંહોના વૈકલ્પીક વસવાટ માટેનું સ્થળ તૈયાર કરવાના મુળભૂત ઉદેશને ધ્યાને લઈ ૧૮૦.૨૫ ચોરસ કિમી. અનામત જંગલ વિસ્તારને બરડા વન્યપ્રાણી અભ્યારણ્ય તરીકે તારીખ૧૨-૨-૧૯૭૯ થી જાહેર કરવામાં આવ્યુંછે.
એશિયાઈ સિંહોના જીનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનાં ઉદેશથી બરડા અભ્યારણ્યમાં સિંહ જીનપુલ સેન્ટર સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યુંઅને આ અંગે રાણાવાવ રેન્જની સાતવિરડા રાઉન્ડમાં ભુખબરા નેશ મુકામે લાયન એન્કલોઝર તથા લાયન એનીમલ હાઉસ વગેરે બનાવવામાં આવ્યુંછે. આ લાયન જીનપુલ સેન્ટર માટે એનીમલ હાઉસ–યુનિટ–૧ તથા યુનિટ–૨ બનાવવામાં આવ્યુંછે, જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ તથા ૨૫x૨૫ મી. લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવ્યુંછે.
આ ઉપરાંત અંદાજીત 30હેકટર વિસ્તારમાં લાયન માટે મોટું એન્કલોઝર પણ બનાવવામાં આવ્યુંછે, ત્યારબાદ વન્યપ્રાણી વિભાગ સાસણગીર તરફથી તા. 13-10-2014ના રોજ બે જોડી સિંહ,સિંહ નર–1ઉંમર વર્ષ આશરે 3 થી 3.5વર્ષ (યુવરાજ), સિંહ માદા–1ઉંમર વર્ષ આશરે 2.5થી 3વર્ષ (સરિતા), 3સિંહ નર–1ઉંમર વર્ષ આશરે 7થી વર્ષ (નાગરાજ) અને,સિંહ માદા–1ઉંમર વર્ષ આશરે 3વર્ષ (પાર્વતી)ને આ જીનપુલ બ્રિડીંગ સેન્ટરમાં લઇ આવવામાં આવ્યાહતા.