પોરબંદર: ગાંધીજીનું જન્મસ્થળ અને કૃષ્ણ સખા સુદામા ની કર્મભૂમિ એવા પોરબંદરને હવે પક્ષી નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પોરબંદરમાં તારીખ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ વન વિભાગ બોર્ડ કન્ઝર્વેશન ગુજરાત અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે પક્ષી ગણતરીનો કાર્યક્રમ યોજાયો હતો. 68 જેટલા પક્ષીવિદો પોરબંદરમાં આવ્યા હતા. આ પક્ષીઓ સહિતની ચાર ચાર ટીમ જિલ્લાના 17 વેટલેન્ડ ઝોન ખાતે એકી સાથે પક્ષીઓની ગણતરી કરી હતી.
પોરબંદરમાં મોટી સંખ્યામાં આવે છે યાયાવર પક્ષીઓ: પોરબંદરમાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય અને દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. ગત વર્ષે જિલ્લામાં પાણી કાંઠાના 3.25 લાખ પક્ષીઓ નોંધાયા હતા અને 177 જેટલા પક્ષીની પ્રજાતિ નોંધાઈ હતી. બોર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સેક્રેટરી ઉદયભાઇ જણાવ્યું હતું કે આ પક્ષીઓની ગણતરી માટે ફોટોગ્રાફી પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવા 68 જેટલા પક્ષીવિદો પોરબંદર જિલ્લામાં આવેલ 17 વેટલેન્ડ પર જઈને દૂરબીનની મદદથી પક્ષી ગણતરી કરી હતી. પક્ષીઓની ગણતરી ઈ બર્ડ એપ્લિકેશન પર નોંધ કરવામાં આવી છે. આગામી સમયમાં આ આંકડો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો DHOLAVIRA FESTIVAL 2023: 5000 વર્ષ જૂના વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાયો ધોળાવીરા ફેસ્ટિવલ
મોકર સાગરને રામ સર સાઇટ જાહેર કરવા પક્ષીવિદોની માંગ: પોરબંદરના કોસ્ટલ એરિયામાં વિસ્તાર મોટો છે અને વરસાદી પાણીથી ભરાઈ રહે છે જે વિસ્તાર નદીઓ ને મળે છે જેથી બને છે મોકર સાગર વેટલેન્ડ ખૂબ મોટી જગ્યા છે અને સરેરાશ અઢી લાખ થી પણ વધુ પક્ષીઓ અહીં નોંધાય છે અને 150 થી 250 જેટલા પક્ષીઓની જાતિ મળી આવે છે નળ સરોવરથી મોકર સાગર ઓછું નથી જેથી મોકલ સાગરને રામસર સાઈડ જાહેર કરવામાં આવે તો વન વિભાગને ગ્રાન્ટ ફંડિંગ મળે અને પ્રવાસીઓ વધુ આવે અને પક્ષી ઓનું રક્ષણ થાય તેમ જ ગાઈડલાઈન મુજબ સ્થાનિક લોકોને પણ હક જળવાઈ રહે જેથી મોકર સાગરને રામસર સાઇટ જાહેર કરવામાં આવે તેવી માંગ સ્ટેટ કો ઓર્ડિનેટર એશિયન વોટર બર્ડ ડો. ધવલ વરગિયા એ કરી છે.
કઈ રીતે પક્ષીઓની ગણતરી થાય છે?: જો વેટલેન્ડમાં પક્ષી ઓછા હોય તો કાઉન્ટ કરીને ગણતરી કરવામાં આવે છે પરંતુ જો પક્ષીઓ હજ્જારોની સંખ્યામાં હોય તો વિઝ્યુલ રીતે ગણતરી કરવામાં આવે છે જેમાં 100 પક્ષીના જૂથનું વિઝ્યુલ રીતે ગણતરી કરી ફેલાયેલા પક્ષીના જૂથનો અંદાજો કાઢી ગણતરી થાય છે. જેમા દૂરબીન ની મદદ લેવામાં આવે છે.