પોરબંદરઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી વચ્ચે પોરબંદરમાં રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જિલ્લાના ઉમેદવારોને જણાવાયું છે કે, ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના વાઇરસની બીમારી ફેલાતા સમગ્ર ભારતમાં સામાજિક અંતર જાળવવાની સુચના સરકારની હોવાથી તેને ધ્યાને રાખતા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્રારા જિલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે http://forms.gle/BglwBrs1vcPRtATh7 લિન્ક પર રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લિન્ક પર ભરવાની રહેશે તથા નોકરીદાતાની વિગતો તથા ભરતીમેળાની તારીખ આપવામાં આવ્યા છે અને નોકરીદાતા દ્રારા ડિજિટલ માધ્યમ/ ટેલીફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવા ભરતીમેળાની જાહેરાત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ફેસબુક પેઇજ www.facebook.com/porbandarmcc લાઇક કરવા રોજગાર અધિકારી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
પોરબંદર રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાશે - પોરબંદર રોજગાર કચેરી
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી વચ્ચે પોરબંદરમાં રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે.
![પોરબંદર રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાશે Etv Bharat, GujaratI News, Porbandar News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7492550-thumbnail-3x2-pbr.jpg?imwidth=3840)