ETV Bharat / state

પોરબંદરનું અડવાણા ગામ બન્યુ કોરોનામુક્ત, 2 કલાક બાદ રહે છે સ્વૈચ્છિક લોકડાઉન - પોરબંદરમાં લોકડાઉન

રાજ્ય સરકાર દ્વારા કરાવામાં આવેલા મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને પોરબંદરમાં પણ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે, પોરબંદરના અડવાણા ગામના પ્રજાજનો અને તંત્રના સહિયારા પ્રયત્નોથી કોરોનામુક્ત ગામ બન્યું છે. આ તકે, આડવાણાના સરપંચે કહ્યું હતું કે, અમારા ગામમાં કોરોનાના કેસ ન આવે તેની તકેદારી રાખીએ છીએ.

પોરબંદરનું અડવાણા કોરોનામુક્ત ગામ, 2 વાગ્યા બાદ કરવામાં આવ્યું છે લોકડાઉન

author img

By

Published : May 8, 2021, 10:54 PM IST

  • ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને પોરબંદરના ગામડાઓમાં સારો પ્રતિસાદ
  • પોરબંદર જિલ્લાના ગામડાઓમાં કોરોના મહામારી પ્રત્યે લોકોમા જાગૃતિ આવી
  • ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 15 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરાયુ

પોરબંદર: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંના નેસ વિસ્તાર, ઘેડ વિસ્તાર સહિત જિલ્લાના ગામડાઓમાં કોરોના મહામારી પ્રત્યે લોકોમા જાગૃતિ આવી છે. આ ઉપરાંત, અન્ય ગામડાઓની સાથે પોરબંદરનું અડવાણા ગામ પણ આ અભિયાનમા જોડાયુ છે. તંત્રના સફળ પ્રયાસો અને લોક જાગૃતિના કારણે અડવાણા ગામ હાલ કોરોનામુક્ત થયુ છે.

પોરબંદરનું અડવાણા કોરોનામુક્ત ગામ, 2 વાગ્યા બાદ કરવામાં આવ્યું છે લોકડાઉન
પોરબંદરનું અડવાણા કોરોનામુક્ત ગામ, 2 વાગ્યા બાદ કરવામાં આવ્યું છે લોકડાઉન

આ પણ વાંચો: કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન

ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 15 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરાયુ

ગામના સરપંચ ભીખુભાઇએ જણાવ્યુ હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શરૂ કરાયેલા કોરોનામુક્ત ગામ અભિયાનને અમે ગ્રામજનો આવકારીએ છીએ અને અમારા ગામમાં કોરોનાના કેસ ન આવે તેની તકેદારી રાખીએ છીએ. ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 15 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. આ ઉપરાંત, સરકારી પ્રાથમિક શાળામાં પણ 5 બેડ રાખવામાં આવ્યા છે. તંત્રના સફળ પ્રયાસો, આરોગ્ય વિભાગની યોગ્ય સારવાર અને લોક જાગૃતિના કારણે અમારૂ અડવાણા ગામ હાલ કોરોનામુક્ત થયુ છે. ભવિષ્યમા પણ ગામની કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત ન થાય તેની અમે તકેદારી રાખીએ છીએ. ગામમાં લોકડાઉનનુ પણ યોગ્ય રીતે પાલન થાય છે. સવારે 6થી બપોરના 2 કલાક સુધી માસ્ક અને સામાજિક અંતર સાથે દૂકાનો ખુલી રાખવામાં આવે છે. 2 કલાક બાદ ફક્ત દૂધ ડેરી, મેડીકલ અને અનાજ દળવાની ઘંટી ચાલુ રાખવા માટે છૂટ આપવામા આવી છે.

આ પણ વાંચો: જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

કોરોના ટેસ્ટીંગ સહિત જરૂરી તમામ સારવાર આપવામા આવે છે

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રાજેશ સોલંકીએ કહ્યુ હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને શહેર સુધી જવું ન પડે તેની તકેદારી રાખીને કોરોના ટેસ્ટીંગ સહિત જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે. ગામમા 45 વર્ષથી વધુ વયના 950 નાગરિકો પૈકી 600થી વધુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે. હાલ ગામમાં એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી. પોરબંદર જિલ્લાના ગામડાઓ કોરોનામુક્ત ગામ બને તે દિશામા જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્વારા ગામ લોકોના સહયોગથી અસરકારક કામગીરી કરવામા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.