ETV Bharat / state

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય નરાધમને ઝડપી પાડતી પોરબંદર પોલીસ - અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

પોરબંદર જિલ્લાના ભોદ ગામમાં 10 માર્ચના રોજ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Porbandar Rape Case) કરી આરોપી નાસી ગયો હતો.

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ  આચરનાર આરોપી ઝબ્બે

author img

By

Published : Mar 13, 2022, 3:25 PM IST

Updated : Mar 13, 2022, 3:52 PM IST

પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામના પાટિયા પાસે વાડી વિસ્તારમાં ગત 10 માર્ચના રોજ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Porbandar Rape Case) કરી આરોપી નાસી ગયો હતો. જેને પકડવા જિલ્લા ભરની પોલીસ કામે લાગી હતી અને આજે રાણાવાવ રેલવે સ્ટેશન (Ranavav Railway Station)થી દોઢ કિલોમીટર દુર આવેલ રેલવે ટ્રેકની પાસે આવેલ ઝાડીઓમાંથી આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝબ્બે

આ પણ વાંચો: Dhandhuka Murder Case: કિશન ભરવાડ પહેલાં પોરબંદરના શખ્સની હત્યાનું ઘડાયું હતું કાવતરું

સીટીવી ફૂટેજના આધારે ઝડપાયો આરોપી

અઢી વર્ષની બાળકી તેના ભાઈ સાથે રમતી હતી તે સમયે એક અજાણ્યો શખ્સ આવીને બાળકોને ઝાપટ મારી ધમકાવ્યા હતા અને અઢી વર્ષની કુમળી બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમ નાસી છૂટ્યો હતો. માતાપિતાએ પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હતી. બાદમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે રાણાવાવ રેલવે સ્ટેશનથી દોઢ કિલોમીટર દુર આવેલ રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાંથી નરાધમને પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો:Checking in Fishing Boats : માછીમારીની બોટોમાં પોરબંદર પોલીસ દ્વારા ચેકીંગની કાર્યવાહી

આરોપીની ઉંમર માત્ર 20 વર્ષ

આ શખ્સ બિહારના પટનામાં કંકરબાગનો રહેવાસી સંતોષ કુમાર બિર બહાદુર માંજી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે, જેની ઉંમર માત્ર 20 વર્ષની છે. હાલ આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 13, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.