- બખરલા ગામની સરહદમાં થયેલી બાળકની હત્યાનો આરોપી ઝડપાયો
- પરપ્રાંતીય મજૂરો વચ્ચે 800 રૂપિયાની બાબતે થયો હતો ઝઘડો
- ઝઘડામાં લાકડાના ધોકાનો ઘા લાગતા 5 વર્ષના બાળકનું થયું હતું મોત
પોરબંદરઃ જિલ્લાના બખરલા ગામની ભીલડી સીમ શાળા સામે આવેલા એક ખેતરમાં 26 ફેબ્રુઆરી 2020ના રોજ ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂરો વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. જેમાં મજૂરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં 5 વર્ષના બાળકને પણ ઈજા પહોંચી હતી અને ત્યારબાદ મોત નીપજ્યું હતું. આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
બાળકના પિતા મજૂરીના 800 રૂપિયા માંગતા હતા
પોરબંદરના બખરલા ગામની બીલડી સીમ શાળા સામે મનોજભાઈ બોખીરીયાના ખેતરમાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા. મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂર પદમ સિંઘ ઉર્ફે રમેશ ભુરસિંગ માવડા રહે ગડબોરી ગામ તાલુકો કુકશી જી ધાર (MP) વાળા તથા તેની પત્ની રમતુબાઈ તથા તેના બન્ને સગીર છોકરાઓને લઈને આરોપી સોનું કારું બારીયા પાસે અગાઉ મજૂરી કરેલા તેના બાકી નીકળતાં 800 રૂપિયાની ઉઘરાણી કરવા 26 ફેબ્રુઆરી 2021ના રાત્રે 9 કલાકે આવ્યા હતા, પરંતુ કારું એ લાકડાના ધોકાથી રમેશ અને તેની પત્ની તથા સગીર બાળક હિકેશને માર માર્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે 2 દિવસમાં આરોપીની ધરપકડ કરી
બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા બખરલાની સીમમાં વિસ્તારમાં બાતમીદારોની માહિતીથી સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી સોનું કારૂ બારીયા ભીલને ઝડપી કોરોના ટેસ્ટ માટે મોકલ્યો હતો.