પોરબંદરમાં યોજાયેલાં વિધવા સહાય કેમ્પમાં દેવડા ઉપરાંત રામનગરના 80 બહેનોને વિધવા સહાય મંજુરીના હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને દર મહિને રૂપિયા 1250 સહાય ચુકવવામાં આવી હતી.
આમ, કુતીયાણા તાલુકા વહિવટીતંત્ર દ્વારા વિધવા બહેનોને સરળતાથી સહાય મળે તે માટે કેમ્પ યોજી હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં કુતીયાણા મામલતદાર સંદિપ જાદવ તથા સબંધિત ગામના તલાટી દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરી મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું.