જસ્ટિસ ફોર આર. જી.ટી નામની મુહિમ શરૂ કરનાર યુવાન અને ઇતિહાસ વિષય પર સંસોધનકર્તા નિશાંત બધએ જણાવ્યું હતું કે, અભ્યાસ અર્થે આ મહેલની એક વાર મુલાકાત લેતા ખુબજ દયનિય લાગી અને આ મહેલ બચાવવા માટે સોશિયલ મીડિયામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં વહેલી તકે આ મહેલનું રિનોવેશન કરાનવામાં આવે.સાથે ચોપાટી ખાતે રેલીનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી જ્યાં સુધી કાર્ય શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલું રહેશે ઉપરાંત આગામી કાર્યક્રમો પણ કરવામાં આવશે.
જ્યારે સામાજિક અગ્રણી હિરલબા જાડેજા એ જણાવ્યું હતું કે, ભારતને આઝાદી મળ્યા બાદ રાજાઓએ પોતાની સંપત્તિ દાનમાં આપી હતી. પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી જે બાબતનું ખરેખર દુઃખ છે. આ બાબતે સરકાર જાગૃત થાય અને લોકો પણ જાગૃત થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું.
પોરબંદરમાં આવેલ આ દરિયા મહેલ જોવા અનેક પ્રવાસી ઓ પણ આવે છે અને જર્જરિત હાલત જોઈને પાછા વળે છે પરંતુ જો આ મહેલ ને રીનોવેશન કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ વધી શકે તેમ છે અને પોરબંદર ના અનેક લોકો ને પ્રવાસીઓ મારફતે રોજી રોટી પણ મળી શકે તેમ છે અને પોરબંદર ની સમૃધ્ધિ પણ વધારો થઈ શકે પરંતુ કયા કારણોસર આ મહેલ નું રીનોવેશન નથી કરવામા આવતું તે હજુ અસ્પષ્ટ છે