ETV Bharat / state

પોરબંદરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ખસેડાયો

ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર માથાભારે આરોપીની પાસના કાયદામાં કરેલા સુધારણા વટહુકમ 2020 અન્વયે પાસા હેઠળ પોરબંદર LCBએ એક શખ્સની અટકાયત કરી હતી. પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇશ્યૂ કરાયું છે.

porbnda
porbnda
author img

By

Published : Oct 28, 2020, 8:38 PM IST

  • અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ કાર્યવાહી
  • પોરબંદરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા આરોપીની અટકાયત
  • પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇશ્યૂ કરાયું

પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીએ સૂચના આપી હતી.

આરોપીની અટકાયત

જે અનુસંધાને પોરબંદર I/C પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા તથા LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં શરીર સંબધી/રાયોટીંગ જેવા ગંભીર ગુનાઓ આચરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે.

આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં ખસેડાયો

આરોપી સમીર ઉર્ફે બાપુ યુનુશભાઇ કાદરી વિરુધ્ધમાં LCB PSI એન.એમ.ગઢવીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી દ્વારા આ આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે આરોપીને મોકલવામાં આવ્યો છે.

આ કામગિરીમાં રોકાયેલા અધિકારી અને સ્ટાફ

પોરબંદર એલ.સી.બી. PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, સુરેશભાઇ નકુમ, HC મહેશભાઇ શિયાળ, સહિતના ઓફિસરે કાર્યવાહીમાં રોકાયેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.