ETV Bharat / state

પોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો - Cannabis and narcotics

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્બારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓને પકડી પાડવા માટે સૂચના અપાઇ હતી. જે અંતર્ગત ચોપાટી મેદાન પોરબંદરવાળા એક શખ્સના કબ્જામાંથી ગાંજો તથા કેફી પદાર્થ 1,285 ગ્રામ કિંમત રૂપિયા 7,710/- સાથે શખ્સને પકડ્યો હતો.

ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
author img

By

Published : Feb 24, 2021, 4:23 PM IST

  • પોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
  • પોલીસે ચોપાટી મેદાન પાસે રેઇડ કરીને શખ્સને પક્ડયો
  • 1,285 ગ્રામ ગાંજાની કિંમત રૂપિયા 7,710/-

પોરબંદર : પોલીસ અધિક્ષકની સૂચનાના અનુસંધાને SOG પોલીસ ઇન્સપેકટર કે.આઇ. જાડેજા અને પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન PC વિપુલ મેરામભાઇ તથા PC સમીરભાઇ જુણેજાને મળેલી ચોક્કસ અને આધારભૂત રીતે માહિતી મળી હતી.

પોલીસે આરોપી સાથે કુલ મુદ્દામાલ 8,310/-નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે ચોપાટી મેદાન પાસે રેઇડ કરતા આરોપી પ્રવીણ લખમણ સોલંકી ઉ.વ.19, પોરબંદરવાળાના કબજામાંથી ગાંજો તથા કેફી પદાર્થ 1,285 ગ્રામ કિંમત રૂપિયા 7,710/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 500/-ના કુલ મુદ્દામાલ 8,310/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશને N.D.P.S. એકટની કલમ 8-સી, 20-બી, 29 હેઠળ ગુનો રજીસ્ટ્રર કરાયો છે.

કામગીરીમાં જોડાયેલો પોલીસ સ્ટાફ

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહિલ, તથા SOG સ્ટાફના ASI એમ.એમ.ઓડેદરા, HC સરમણ રાતિયા, એમ.એચ.બેલીમ PC સમીર જુણેજા, વિપુલ બોરીચા, મોહિત ગોરાણીયા, સંજય કરશન, ASI માલદે મુળુભાઇ વગેરે પોલીસ સ્ટાફ જોડાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.