- પોરબંદર જેવા ભેજવાળા વિસ્તારમાં ચામડીના રોગ વધુ પ્રમાણ
- ચામડીમાં ફન્ગલ ખંજવાળ અને ધાધર સહિતના દર્દીઓને વિનામૂલ્યે દવા અપાઈ
- ગામડાઓમાં મહિલાઓ અને બાળકો માટે નિ:શુલ્ક કેમ્પ ચામડીના રોગના નિવારણ માટે નિઃશુલ્ક કેમ્પ
પોરબંદર: ચામડીના રોગના નિવારણ માટે યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં ડરમેન્ટોલોજીસ્ટ ડો.રાજવી રાજશાખાએ પોતાની સમાજ અંગેની ફરજ બજાવી હતી.

ચામડીના રોગ થવાનું કારણ ખોરાક અને વાતાવરણ છે
ડો.રાજવીએ જણાવ્યું હતું કે, ચામડીના રોગ આમ સાધારણ છે, પરંતુ યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જી શકે છે. વધુ પ્રમાણમાં ચામડીના રોગ થવાનું કારણ ખોરાક અને વાતાવરણ છે. ભોજનમાં અથાણું, લીંબુ, નમક, તેલનું સેવન ઓછું કરવું જોઈએ.

ગ્રામ્ય વિસ્તારમાં યોજાયો કેમ્પ
ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આ રોગનું પ્રમાણ વધુ છે. જેને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરાયું છે. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ 10થી સાંજે 5 સુધી અને બગવદરમાં 7 માર્ચના રોજ સવારે 10થી સાંજે 5 સુધી મહિલાઓ અને બાળકો માટે યોજાશે.
