- પોરબંદરના રાણા કંડોરણા ગામેથી બોગસ તબીબ ઝડપાયો
- રાણા કંડોરણામાં સંજીવની ક્લિનિક ચલાવતો હતો બોગસ તબીબ
- ડિગ્રી વગર અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા
- રૂપિયા 86,185ના મુદ્દામાલ સાથે પોલીસે તબીબને ઝડપી લીધો
પોરબંદર : જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ નિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર અને પોરબંદરના જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને ગ્રામ્ય DYSP ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં ડિગ્રી વગરના તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડવા પોલીસ વિભાગના સ્ટાફને સૂચના આપાઈ હતી. જેમાં માહિતીના આધારે રાણા કંડોરણામાં ડિગ્રી વગરના બોગસ તબીબને પોલીસે મુદામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ
રૂપિયા 86,185ના મુદ્દામાલ સાથે બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો
પોરબંદરના રાણા કંડોરણામાં સંજીવની ક્લિનિકના નામે બોગસ તબીબ અલ્પેશકુમાર ગોબાભાઈ વાઘેલા કોઈપણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પોરબંદર પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ મોહિત ગોરણિયા અને ULR સંજય ચૌહાણને મળી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ.જાડેજા અને પોરબંદર SOG ટીમ દ્વારા રાણા કંડોરણા મેઇન રોડ પર સંજીવની ક્લિનિક ધરાવતા બોગસ તબીબને તેના કબજામાં રહેલી અલગ અલગ જાતની કેપ્સુલ તથા ઇન્જેક્શન વગેરે દવા તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ રૂપિયા 86,185ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તબીબ 12 પાસની લાયકાત ધરાવે છે.
આ પણ વાંચો : પોરબંદરમાં ગૌશાળામાં અસુવિધાઓ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગૌ પ્રેમીઓએ નગરપાલિકાનો કર્યો ઘેરાવ
કામગીરીમાં રોકાયેલો સ્ટાફ
રાણા કંડોરણાના બોગસ તબીબને ઝડપી લેવા માટે પોલીસ સ્ટાફમાંથી PI જાડેજા તથા ASI કે.બી.ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સરમણભાઈ સવદાસભાઇ તથા મહેબૂબખાન બેલીમ તથા પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજા તથા વિપુલભાઈ બોરીયા તથા મોહિતભાઈ ગોરાણીયા અને સંજય ચૌહાણ તથા ડ્રાયવર ગિરીશભાઈ વાજા રોકાયેલા હતા.