ETV Bharat / state

રક્ષા ક્ષેત્રે મજબૂતી : તટરક્ષક દળ દ્વારા આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ - MK III સ્ક્વૉડ્રન લાઈટ હેલિકોપ્ટર

ભારતીય તટરક્ષક દળ(Indian Coast Guard) દ્વારા પોરબંદર ખાતે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવ્યું હતું. અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ(Strengthen the Coast Guard Region) કરવામાં આવ્યો અને આ સ્ક્વૉડ્રને કુલ 1200 કલાક કરતાં વધારે ઉડાન ભરી શકે છે. આ સાથે તેની વિશેષતા જાણો.

તટ રક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય તટરક્ષક દળ દ્વારા આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ

author img

By

Published : Jun 29, 2022, 7:31 PM IST

પોરબંદર: ઉત્તર પશ્ચિમ તટ રક્ષક દળ પ્રદેશને(Northwest Coast Guard territory) વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલા લેવામાં આવ્યા છે. જે ભાગ રૂપે 28 જૂન 2022ના રોજ પોરબંદરમાં ICG એર એન્કલેવમાં(ICG Air Enclave in Porbandar) ભારતીય તટ રક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ VS પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન(MK III Squadron Light Helicopter) તૈનાત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પોરબંદર અને ગુજરાત ક્ષેત્રના વિવિધ સૈન્ય અને નાગરિક મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર ભારત”ની દૂરંદેશીને અનુરૂપ તટરક્ષક દળની આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ તરીકે અંકિત થઇ છે.

આ પણ વાંચો: ભારતીય તટરક્ષક દળના સામે થઈ પાકીસ્તાની ઘૂસણખોરી નાકામ

આત્મનિર્ભર ભારત તરફ એક મોટી છલાંગ - આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર ભારત”ની દૂરંદેશીને અનુરૂપ તટરક્ષક દળની આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ તરીકે અંકિત થઇ છે. ALH MK III હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited) દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર(Electro optical sensor), શક્તિ એન્જિન, સંપૂર્ણ ગ્લાસ કૉકપીટ, ઉચ્ચ તીવ્રતાની સર્ચ લાઈટ(High intensity search light), અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ, ઓટોમેટીક ઓળખ સિસ્ટમ(Automatic identification system) અને સર્ચ એન્ડ રેસ્ક્યુ હોમર(Search and Rescue Homer) જેવી અન્ય સુવિધાઓથી સજ્જ છે.

પોરબંદરમાં ICG એર એન્કલેવ
પોરબંદરમાં ICG એર એન્કલેવ

એરક્રાફ્ટ વિસ્તૃત રેન્જમાં સર્ચ અને રેસ્ક્યુ કાર્ય હાથ ધરવા માટે સક્ષમ બનાવે - આ સુવિધાઓ તેમને સમુદ્રી જાસૂસી હાથ ધરવા તેમજ દિવસ અને રાત બન્ને સમય દરમિયાન જહાજમાંથી કામ કરતી વખતે પણ વિસ્તૃત રેન્જમાં સર્ચ અને રેસ્ક્યુ કાર્ય હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે. ગંભીર રીતે બીમાર દર્દીઓના સ્થાનાંતરણની સુવિધા માટે આ એરક્રાફ્ટમાં ભારે મશીનગન સાથેના આક્રમક પ્લેટફોર્મ પરથી તબીબી સઘન સંભાળ યુનિટ ધરાવતા સૌમ્ય પ્લેટફોર્મ પર પોતાની ભૂમિકા બદલવાની ક્ષમતા છે. આજદિન સુધીમાં, 13 ALH MK-III એરક્રાફ્ટને તબક્કાવાર રીતે ભારતીય તટરક્ષક દળમાં સમાવવામાં આવ્યા છે. તેમાંથી ચાર એરક્રાફ્ટને પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: BRAHMOS ACCIDENTAL FIRING: મિસાઈલ મિસફાયરની ઘટનામાં એક કરતાં વધુ અધિકારીઓ દોષિત,થશે કડક સજા

સ્ક્વૉડ્ર 1200 કલાકની ઉડાનની કોપોસીટી ધરાવે છે - આજ દિન સુધીમાં, આ સ્ક્વૉડ્રને કુલ 1200 કલાક કરતાં વધારે ઉડાન ભરી છે અને દીવના દરિયા કિનારે પ્રથમ રાત્રી સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મિશનો હાથ ધર્યા છે. યુનિટ કમાન્ડન્ટ સુનીલ દત્ત દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. પોરબંદર ખાતે ALH MK-III સ્ક્વૉડ્રનની નિયુક્તિથી ગુજરાત પ્રદેશના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતાઓને મોટો વેગ પ્રાપ્ત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.