- પોરબંદર જિલ્લામાં યુકેથી 99 નાગરિકો આવ્યા
- કોરોના નવા સ્ટ્રેનથી આરોગ્ય વિભાગ સતર્ક
- નાગરિકોને કોરોના ટેસ્ટ કરવાની સરકારની સૂચના
પોરબંદર : જિલ્લામાં 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન યુકેથી 99 નાગરિકો આવ્યા છે. જેમાં 99 માંથી 95 નાગરિકોને ટ્રેસ કરવામાં આવ્યા છે. જે ચાર નાગરિકોની ભાળ ન મળતા આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરી છે. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓમાં સંખ્યામાં વધારો થયો છે. ત્યારે સરકારી નવી ગાઇડલાઇન બહાર પાડી છે અને બ્રિટનથી આવનાર નાગરિકોને ટ્રેસ કરી તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરી તેમજ કોરોના ટેસ્ટ કરવાની સૂચના હોય છે. ત્યારે પોરબંદરમાં 99 નાગરિકો આવ્યા છે જેમાંથી 95 નાગરિકને ટ્રેસ કરવામાં આવ્યા છે. જ્યારે ચાર નાગરિકનું પત્તો લાગ્યો ન હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધખોળ આદરી છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુકેના ચાર નાગરિકોની શોધખોળ
કોરોનાનો નવો સ્ટ્રેનના દર્દીઓની સંખ્યા બ્રિટનમાં વધે છે. ત્યારે બ્રિટનમાં કોરોના નવા સ્ટ્રેનના સંક્રમણ થયેલ દર્દીઓના મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે બ્રિટનથી ભારત આવતા નાગરિકોથી કોઈ સંક્રમણ ન ફેલાય તેની સલામતીના ભાગરૂપે ફ્લાઇટો આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને નવેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન બ્રિટનથી આવનાર નાગરિકોને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન તેમજ કોરોના ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં યુકેથી 99 નાગરિકો ફલાઈટ મારફતે આવ્યા હતા. જેમાં બે સ્લોટ આપવામાં આવ્યા હતા 25 નવેમ્બર થી 8 ડિસેમ્બર સુધી યુકેથી આવેલા નાગરિકોને હોમ ક્વોરોન્ટાઇન કરવાના હતા. તેમજ 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યુકેથી આવેલા નાગરિકોને આર ટી પી સી આર ટેસ્ટ કરી હોમ ક્વોરોન્ટાઇન કરવાની સૂચના આપવામા આવી હતી. પરંતુ ચાર નાગરિકોને ટ્રેસ કરી શકાયા નથી જેથી પોરબંદર જિલ્લામાં આવેલ યુકેના ચાર નાગરિકોની શોધખોળ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે.