પોરબંદર: જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 7 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ એક દર્દીનું મોત નિપજ્યુ છે. 21થી 51 વર્ષની ઉમરના પુરુષ તેમજ મહિલાઓનો આ સાત દર્દીઓમાં સમાવેશ થયો છે. સાથે જ જિલ્લાવાસીઓ માટે રાહતના પણ સમાચાર છે. બુધવારે 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 63 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 59 દર્દી છે. જેમાના 19 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે તેમજ covid કેર સેન્ટર ખાતે 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારેા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 19 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જિલ્લામાંથી કરેલા હોમ આઇસોલેશનમાં 7 દર્દીઓ છે. સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટમાં 2 દર્દીઓના નામ છે.