ETV Bharat / state

પોરબંદરના આશ્રયસ્થળો પર 62 જેટલા કોમ્યુનિટી કીચન શરૂ કરાયા

પોરબંદર: અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ વાવાઝોડાના સંદર્ભે જિલ્લામાં 40 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમની ભોજન વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોના સહયોગથી આશ્રયસ્થળો પર 62 કોમ્યુનિટી કીચન શરૂ કરાયા હતા.

Porbandar
author img

By

Published : Jun 14, 2019, 9:30 PM IST

પોરબંદર ખાતે એમ.ઇ.એમ. શાળામાં તથા સંસ્કાર સત્સંગ હોલ ખાતે સ્થળાંતરિત થયેલા લોકોને પરોઠા સાથે બટેટાનું શાક તથા ખીચડીનું ભોજન આપવામાં આવ્યુ હતું. ઉપરાંત જિલ્લાની શાળાઓમાં આશ્રય મેળવી રહેલા લોકોને, શિક્ષકો, મધ્યાહન ભોજન યોજના સંચાલકો, આંગણવાડી વર્કર બહેનોએ તંત્રના સહયોગમાં રહીને ભોજન વ્યવસ્થા સંભાળી હતી.

Syclone
સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓએ 10450 જેટલા ફુડ પેકેટ બનાવ્યા

વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓએ જરૂરિયાત મુજબ 10450 જેટલા ફુડ પેકેટ તાત્કાલિક ધોરણે બનાવી સ્થળાંતરિત લોકોને વિતરણ કર્યા હતા. જેમાં રામધુન મંડળ, ચામુંડા અન્નક્ષેત્ર અને જી.એસ.સી સ્કુલ, સત્યનારાયણ અને સ્વામિનારાયણ મંદિર, હરી મંદિર તેમજ જલારામ મંદિર દ્વારા ફુડ પેકેટ તૈયાર કરાયા હતા. રામધુન મંડળના કેયુર જોષી તેમજ રામજી બામણીયા, હિતેષ ચંદારાણા, અરજણ ઓડેદરા, પૂર્ણેસ જોષી, સંજય કારીયા, લાખણસી ગોરાણીયા સહિત અન્ય લોકો સહયોગી થયા હતા.

Location _porbandar

સેવા ની સુવાસ

પોરબંદર જિલ્લામાં સ્થળાંતરીત લોકો માટે ૯૨ કોમ્યુનીટી કીચન અને ૮૧ સ્થળોએ ફુડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી

રામધુન મંડળ – સ્વામીનારાયણ મંદિર – હરીમંદિર – જલારામ મંદિર – ચામુંડા અન્નક્ષેત્ર દ્રારા ફુડ પેકેટ તૈયાર કરાયા

        પોરબંદર તા.૧૪અરબી સમુદ્રમાં ઉદભવેલા “વાયુ”વાવાઝોડા સંદર્ભે પોરબંદર જિલ્લામાં ૪૦ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જેમની ભોજન વ્યવસ્થા માટે જિલ્લા વહિવટીતંત્ર સાથે સામાજીક – સ્વૈચ્છીક સંસ્થાઓ લોકોના સહયોગથી આશ્રયસ્થળો પર ૯૨ કોમ્યુનીટી કીચન શરૂ કરાયા હતા.

        પોરબંદર ખાતે એમ.ઇ.એમ. શાળામાં તથા સંસ્કાર સત્સંગ હોલ ખાતે સ્થળાંતરીત થયેલ લોકોને પરોઠા સાથે બટેટાનું શાક તથા ખીચડીનું ભોજન આપવામાં આવ્યુ હતું. ઉપરાંત જિલ્લાની શાળાઓમાં આશ્રય મેળવી રહેલા લોકોને શિક્ષકો – મધ્યાહન ભોજન યોજના સંચાલકો, આંગણવાડી વર્કર બહેનોએ તંત્રના સહયોગમાં રહી ભોજન વ્યવસ્થા સંભાળી હતી.

        ઉપરાંત વિવિધ સામાજીક – સ્વૈચ્છિક સંસ્થાઓએ જરૂરીયાત મુજબ ૧૦૪૫૦ જેટલા ફુડ પેકેટ તાત્કાલિક ધોરણે બનાવી સ્થળાંતરીત લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં રામધુન મંડળ, ચાંમુડા અન્નક્ષેત્ર અને જી.એસ.સી સ્કુલ, સત્યનારાયણ અને સ્વામીનારાયણ મંદિર, હરી મંદિર તેમજ જલારામ મંદિર દ્રારા ફુડ પેકેટ તૈયાર કરાયા હતા. રામધુન મંડળના  કેયુર જોષી તેમજ  રામજીભાઇ બામણીયા,હિતેષ ચંદારાણા,અરજણભાઇ ઓડેદરા,પૂર્ણેસ જોષી, સંજય કારીયા,લાખણસીભાઇ ગોરાણીયા સહિત અન્ય લોકો સહયોગી થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.