પોરબંદરઃ જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીમાંથી બે દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ્ય થતાં તેમને હોસ્પિટલમાંથી મુક્ત કરાયા હતા. જેમાં પોરબંદરના રહેવાસી 28 વર્ષીય જયદેવ જીતેન્દ્રભાઈ તેરૈયા, ઉત્તરપ્રદેશના રહેવાસી 31 વર્ષીય સંદીપકુમાર સિંઘ અને 42 વર્ષીય અનિલ જવાહરલાલ હરિયાણીને રજા આપવામાં આવી છે.
અત્રેની કોવિડ-19 હોસ્પિટલ ખાતે દાખલ થતાં અને તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનું પરિણામ પોઝિટિવ આવતાં તેમને કોવિડ-19 (ભાવસિંહજી) હોસ્પિટલ ખાતેના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે 10 દિવસની ઘનિષ્ટ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને 18 જુલાઈએ સાંજે 5 કલાકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પોરબંદરની જાણીતી હોસ્પિટલના તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના રહેણાંક વિસ્તારને ક્વોરેન્ટાઇન કરાયો છે. આ ઉપરાંત હોસ્પિટલ પણ બંધ કરવામાં આવી છે.