- સગીરાને લગ્નની લાલચ આપી ભગાડનાર અને અન્ય બે ઝડપાયા
- આરોપી વિરુદ્ધ પહેલાથી જ 8 ગુન્હાઓ દાખલ છે
- પોરબંદર એલસીબીના હેડકોન્સ્ટેબલને 5 વર્ષ ઓળખતો હતો આરોપી
પોરબંદર: સગીરાને યુવાન ભગાડી ગયાનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સગીરા ઘરેથી 15 લાખની રોકડ રકમ લઈને યુવાન સાથે નાસી ગઈ હતી આ બનાવમાં યુવાન અને તેના બે મિત્રોએ મદદ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મદદ કરનાર બન્ને યુવાન સહિત ભગાડી જનાર યુવાનની પણ ધરપકડ કરી છે અને સગીરાને ભગાડી જનાર યુવાન સામે 376 અને પોસ્કો સહિતની કલમ લગાડી છે. જે કારમાં યુવાનને ભગાડી જવામાં આવી હતી તે કાર પોલીસકર્મીની હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસકર્મી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે.
યુવાનના બંને મિત્રોએ જૂનાગઢમાં ફ્લેટની વ્યવસ્થા કરી હતી
સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સગીરા પાસે 15 લાખ જેવી રકમ હતી જે યુવકે તેના મિત્રોને આપી હતી ત્યારબાદ બન્ને મિત્રોએ સગીરા અને યુવક માટે જૂનાગઢ ખાતે ફ્લેટની વ્યવસ્થા પણ કરી આપી હતી. જો કે પરીવારજનોએ સગીરાને ભગાડી જવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સગીરા અને યુવાનને ઝડપી લીધા હતા. યુવાનની પૂછપરછ દરમિયાન મદદ કરનાર વ્યક્તિના નામ સામે આવતા પોલીસે બંન્નેની પણ અટકાયત કરી હતી.
વધુ વાંચો: મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ
ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો જપ્ત
સગીરાને ભગાડી જનાર યુવાન અને તેની મદદ કરનાર બે શખ્સોની પોલીસે પૂછપરછમાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિઓ કાર અને બાઈક તથા 14 લાખની રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત ભગાડી જનાર યુવાનની મેડિકલ તપાસ કરવામાં આવી હતી એ દરમિયાન શરીર સાથે શારીરિક સંબંધો હોવાનું સામે આવતાં યુવાન સામે બળાત્કાર અને પોક્સોની કલમ દાખલ કરવામાં આવી છે.
પોલીસકર્મી સાથે પાંચ વર્ષથી યુવકને હતી ઓળખાણ
આરોપી યુવાન અને તેના બે મિત્રોએ જે કારનો ઉપયોગ કર્યો હતો. તે પોરબંદરના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ આહીરની હતી. જે આરોપીને પાંચ વર્ષથી ઓળખતા હતાં. આરોપી તેની પાસેથી અલગ-અલગ ફોર વ્હિલ ગાડીઓ લઈ જતો અને એક દિવસનું 1,500 આપતો હતો. તેમના વિરુદ્ધ મારામારી પ્રોહિબિશન સહિતના આઠ ગુન્હા પોરબંદરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રર થયેલા છે. આટલા બધા ગુન્હાઓમાં સામેલ આરોપીને પોલીસ શા માટે કાર આપી તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે
વધુ વાંચો: ભાવનગરમાં એક જ દિવસે 2 સગીરા પર દુષ્કર્મ