- પોરબંદર શહેરમાં યોજાઈ કોરોના ડ્રાઈવ
- 18 તારીખે શહેરમાં આવ્યા 21 કોરોના પોઝિટિવ કેસ
- ડેપ્યુટી કલેકટર શહેરના વિસ્તારોનું કર્યું નિરિક્ષણ
પોરબંદર: જિલ્લામાં તારીખ 18 એપ્રિલના રોજ 21 કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત ડ્રાઇવ નિરીક્ષણ કરાયું હતું.
આ પણ વાંચો : પોરબંદર જિલ્લામાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા વધતા 50 બેડ વધારાશે
લોકોને સોશિયલ ડિસ્ટનસનું પાલન અને માસ્કના ઉપયોગની કરાઈ અપીલ
પોરબંદર શહેરમાં કમલાબાગથી લઈને શહેરના મુખ્ય માર્ગમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. સામાજિક અંતર અને માસ્ક અંગે નિયમન કરવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ડ્રાઇવમાં ડેપ્યુટી કલેકટર કે.વી.બાટી અને DYSP સહિતના અધિકારીઓ હાલ એમ જી રોડ ,ખાદી ભંડાર,સુદામા ચોક સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું અને લોકોને કોરોના રોગથી બચવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.