પોરબંદરઃ જિલ્લાના રિકનફર્મેશન માટે મોકલવામાં આવેલા સેમ્પલ જામનગર લેબ દ્વારા રિપોર્ટ પોઝિટિવ કનફર્મ જાહેર કરાયો હતો. જ્યારે શુક્રવારે 34 સેમ્પલ પોરબંદરની લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 32 નેગેટીવ અને 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં તમિલનાડુથી પોરબંદર આવેલા એક કોસ્ટગાર્ડના કર્મચારી અને અન્ય એક યુવાનનો રિપોર્ટ શંકાસ્પદ પોઝિટિવ આવતા તેના રિપોર્ટને રિકન્ફર્મેશન માટે જામનગર લેબમાં મોકલવામાં આવ્યો હતો.
પોરબંદરની લેબમાં વીરડી પ્લોટ ચુનાની ભઠ્ઠી બાજુમાં રહેતા 29 વર્ષીય દર્દીને તાવ અને ઉધરસની બીમારી હતી. તેઓએ પોરબંદરના ખાનગી તબીબ પાસેથી દવા લીધી હતી ત્યાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો તપાસનો રિપોર્ટ કોરોના શંકાસ્પદ પોઝિટિવ આવતા તેનો રી કનફર્મેશન રિપોર્ટ માટે તારીખ 3 જુલાઈના રોજ જામનગરની લેબમાં મોકલાયો હતો. જ્યા તપાસમાં પણ તેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ કન્ફર્મેશન જાહેર કરાયો હતો.
પોરબંદરમાં પોઝિટિવ આવેલા દર્દીના પરિવારના 3 પુરુષ અને 3 મહિલાઓ કુલ 6 સભ્યોને ક્વોરેનટાઇન કરવામાં આવ્યા છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ તે તારીખ 18 જૂન 2020 ના રોજ જે કારખાનામાં કામ કરતો હતો તેના મલિક ધોરાજીથી આવ્યા હતા. તેના સમ્પર્કમાં આવ્યો હતો. ધોરાજીથી આવેલા મલિક અને પુત્રને પણ કોરોના પોઝિટિવ હોવાથી આ વ્યકતી પણ કોરોના સંક્રમિત થયા હતા. તેવું જણાયું હતુ.
આ ઉપરાંત વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વીરડી પ્લોટ ચુનાની ભઠ્ઠી આસ પાસના 86 ઘર અને 383 લોકોને માઈક્રો કન્ટેન્ટ મેન્ટ ઝોન 28 દિવસ સુધી ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.