અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ચૂકી છે, જેના કારણે તે ધીરે-ધીરે આગળ વધી ઉત્તર-પશ્ચિમ તરફ વધશે. જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગ એ સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી પણ કરી છે. ૧૨ જૂનથી રાજ્યભરમાં વરસાદની અસર શરૂ થશે.