ETV Bharat / state

ચંદ્રાવાડા ગામની પરણીતાને અડવાણા 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવી - delivery of baby in ambulance

ચંદ્રાવાડા ગામની પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.પરંતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ માર્ગ પર રોકીને મહિલાની પ્રસૂતિ કરાવી હતી.

ચંદ્રાવાડા ગામની પરણીતાને અડવાણા 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવી

author img

By

Published : Mar 25, 2021, 8:01 PM IST

  • કર્મચારીઓ તાબડતોબ ચંદ્રાવાડા ગામે પહોચી ગયા
  • મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા રસ્તા પર 108 રોકી ડિલિવરી કરાવી
  • મહિલાના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો

પોરબંદર: ચંદ્રાવાડા ગામની પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.પરંતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ માર્ગ પર રોકીને મહિલાની પ્રસૂતિ કરાવી હતી.

મહિલાના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો

ગુજરાત સરકાર 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. બુધવારે રાત્રે દ્વારકા જીલ્લાના ચંદ્રાવાડા ગામમા રહેતાં નાનલીબેન ચૌહાણને અચાનક પ્રસવ પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસૂતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા અડવાણા ગામના 108નાં કર્મચારીઓ તાબડતોબ પહોંચી ગયા હતાં. સારવાર માટે રાવલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. તે દરમિયાન વધું દુઃખાવો ઉપડતા તેઓની પ્રસૂતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી. 108 એમ્બ્યુલન્સનાં ઈ.એમ.ટી. વિશાલ ભાલોડીયા અને પાયલોટ ધર્મેશભાઈએ એમ્બ્યુલન્સ રાવલ ગામનાં માર્ગ ઉપર રોકીને સફળ પ્રસૂતિ કરાવીને માતા અને પુત્રીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રીને બેબીકેર માટે CHC હોસ્પિટલ રાવલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.