ETV Bharat / state

Patan Foundation Day: પાટણની અસ્મિતા ઉજાગર થઈ, સ્થાપના દિને રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો - પાટણ સ્થાપના દિને રાજપૂત સમાજ

પાટણ સ્થાપના દિને રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોને વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ યુવાનો દ્વારા અદભુત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 14, 2023, 9:22 AM IST

પાટણ: નગરના 1277 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા પાટણ શહેરના જૂની શિશુમંદિર શાળાના મેદાન ખાતે વિરાંજલી સમારોહ યોજાયો હતો. જેમાં રાજપુત રાજાઓને પુષ્પાંજલિ આપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ રાજવીઓને શ્રદ્ધા સુમન આપવામાં આવ્યા હતા. યુવાનો દ્વારા અદભુત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

Patan Foundation Day: પાટણની અસ્મિતા ઉજાગર થઈ, સ્થાપના દિને રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો

શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ: પાટણના 1277 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ વિરાંજલી સમારોહમાં નગરના પૂર્વ રાજવીઓને શ્રદ્ધાંજલિ અર્પીને વિરાંજલી સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભૂચર મોરી ખાતે યોજાયેલ તલવાર રાસમાં ભાગ લઈ વલ્ડ રેકોર્ડ બનાવનાર રાજપૂત યુવાનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.તેમજ આ યુવાનોને વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પાટણની અસ્મિતા ઉજાગર થઈ
પાટણની અસ્મિતા ઉજાગર થઈ

આ પણ વાંચો Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો

સમાજ સાથે મળી: આ પ્રસંગે ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્ય અને કાર્યક્રમના અધ્યક્ષ વીનેન્દ્રસિંહ ડી ઝાલા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાનને મોગલોથી બચાવવામાં મહારાણા પ્રતાપ ,પૃથ્વીરાજ ચૌહાણ અને શિવાજીની સાથે સાથે અનેક મહાન પ્રતાપી રાજવીઓ સતત લડતા રહીને પોતાના જીવન કુરબાન કરીને આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવાનું કામ કર્યું છે.

રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો Saraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક ખંઢેર

પ્રતિમાનું સ્થાપન: ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કામ પાટણ શહેરમાં સ્થાપના દિવસના દિવસે થઈ રહ્યું છે. વધુમાં પાટણમાં ભવિષ્યમાં વીર વનરાજ ચાવડાની પ્રતિમાનું સ્થાપન થાય તે દિશામાં પણ સમાજ અને નગરપાલિકા તંત્ર અને સરકાર સાથે મળીને આ કાર્ય પણ પરિપૂર્ણ કરશે. તેઓ અમને પૂરો વિશ્વાસ છે.વર્તમાન સમયમાં શિક્ષણ અને મહત્વ આપવા અને વ્યસનોને ડામવા ખૂબ જરૂરી છે. ધર્મની રક્ષા માટે ક્ષત્રિયો હંમેશા તત્પર હોય છે. ત્યારે તેમના ભવ્ય ઇતિહાસ અમર બની ગયા છે તેને કોઈ મિટાવી શકવાનું નથી.પૂર્વજોના આ ઇતિહાસને આગળ ધપાવવા સૌ રાજપૂત સમાજ સાથે મળી આગળ વધે.

પાટણની અસ્મિતા ઉજાગર થઈ
પાટણની અસ્મિતા ઉજાગર થઈ

દૂર કરવા અનુરોધ: આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલની વર્તમાન પેઢીના યુવાનોએ પોતાના વડીલો પાસેથી પોતાના ભવ્ય ઇતિહાસને જાણવાની જરૂર છે. તમામ ક્ષત્રિય રાજપૂત સમાજ એક સત્ર નીચે આવીને સાથે મળશે તો જ આ સમાજના ઇતિહાસને આપણે ટકાવી રાખી શકીશું .હાલમાં લોકશાહી ચાલી રહી છે.ત્યારે સરકારના નીતિ નિયમો મુજબ દરેક વ્યક્તિએ ચાલવું જોઈએ.વધુમાં કોઈ વેપાર ધંધો કે નોકરી નાની નથી. શિક્ષણને વધુ મહત્વ આપીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીએ અને સામાજિક કુ રરિવાજો દૂર કરી સમાજને વ્યસનમાંથી મુક્ત કરવાનું કામ કરીએ. રાજાશાહીમાં રાજાઓ પોતાની પૂરી જવાબદારી પૂર્વક શાસન ચલાવતા હતા.ત્યારે તેમને પ્રજા રાજા કહેતી હતી. હવે તલવારથી રાજ નથી થતા. તાલ થી તાલ મિલાવીને સામાજિક એકતાને મજબૂત કરી આગળ વધવાની જરૂરિયાત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.