ETV Bharat / state

પાટણ શહેરના છ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ માટે રસીકરણ કેમ્પ યોજાયા

પાટણ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં વહીવટીતંત્ર -આરોગ્યતંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશને ગતિશીલ બનાવી છે, ત્યારે પાટણમાં મંગળવારે મુસ્લિમ સમાજ માટે સામૂહિક રસીકરણ મહોત્સવ છ વિસ્તારોમાં અલગ-અલગ યોજવામાં આવ્યા હતા.

હજ સમિતિના પૂર્વ ચેરમેને પરિવાર સાથે લીધી રસી

author img

By

Published : Apr 13, 2021, 9:47 PM IST

  • પાટણમાં મુસ્લિમ સમાજ માટે રસીકરણ મહોત્સવ યોજાયો
  • શહેરના છ વિસ્તારોમાં રસી કેમ્પ યોજાયા
  • હજ સમિતિના પૂર્વ ચેરમેને પરિવાર સાથે લીધી રસી

પાટણ: કોરોના સામે લડવા રસીકરણ આવશ્યક છે. આ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ ઠેર-ઠેર ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રસીકરણના કેમ્પો યોજાઇ રહ્યા છે. પાટણમાં મુસ્લિમ સમાજના લોકોને કોરોના પ્રતિરોધક રસી મળી શકે તે માટે નગરપાલિકા તથા તાલુકા હેલ્થ કચેરી દ્વારા મંગળવારે સમસ્ત મુસ્લિમ સમાજ માટે રસીકરણ મહોત્સવ અંતર્ગત સામૂહિક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણમાં મુસ્લિમ સમાજ માટે રસીકરણ મહોત્સવ યોજાયો

આ પણ વાંચો: પાટણમાં કોરોના રસી ઉત્સવનો પ્રારંભ

અલગ-અલગ વિસ્તારોમાં યોજાયા કેમ્પ

જેમાં ઇકબાલ ચોક, કાલી બજાર, કાજીવાડા, રસણીયાવાડો, છાસિયાધરા અને બુકડીમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

શહેરના છ વિસ્તારોમાં રસી કેમ્પ યોજાયા
શહેરના છ વિસ્તારોમાં રસી કેમ્પ યોજાયા

આ પણ વાંચો: પાટણના કોંગ્રેસ ધારાસભ્યએ કોરોનાની રસી લીધી

ખોટી અફવાઓ કે ભયભીત થયા વગર રસી મુકાવવા સમાજને કરી અપીલ

ઇકબાલ ચોકમાં સલવાતી હોસ્પિટલના રસીકરણ સેન્ટરે મુસ્લિમ સમાજના અગ્રણી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને હજ સમિતિના પૂર્વ ચેરમેન મોહમ્મદ અલી કાદરીએ પરિવાર સાથે કોરોનાની રસી લીધી હતી અને મુસ્લિમ સમાજને આહવાન કરી વૈશ્વિક કોરોના મહામારીને અટકાવવા માટે રસી જ એક કારગત ઉપાય છે. જેનાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી. જેથી ખોટી અફવાઓ કે ભયભીત થયા વગર રસી મુકાવવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.