મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં ચોખા ભરેલી શંકાસ્પદ ટ્રકને ( Truck loaded with government supplies of rice )પુરવઠા વિભાગે સીઝ કરી તપાસ હાથ ધરી છે. સોમવાર મોડી રાત્રી પુરવઠા વિભાગની ટીમને મળેલી જાણકારીને લઇને પુરવઠાના અધિકારીઓ હજીરા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા, ઘટનાસ્થળે પહોંચીને ટ્રકમાં રહેલા ચોખાના કટ્ટાની તપાસ કરી હતી અને ટ્રકને સીઝ કરીને પુરવઠાનો જથ્થો સરકારી ( Grain Scam ) છે કે ખાનગી જે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે.
ચોખાના કટ્ટા પર લખાણ ભારત સરકાર કે સૌજન્ય સે સોમવાર મોડી રાત્રે માલપુરથી અનાજનો જથ્થો ભરીને એક ટ્રક ( Truck loaded with government supplies of rice )મોડાસા આવી પહોંચી હતી. જેમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે પુરવઠાની ટીમ ( Modasa Supply Department seized )દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રહેલા કટ્ટા પર “ભારત સરકાર કે સૌજન્ય સે” લખેલું ( Grain Scam )જોવા મળ્યું હતું. જે તપાસ કરતા જ ટ્રકને હાલ પુરતી સીઝ કરી દેવાઈ છે.
ટ્રક મોડાસા થઈને હિંમતનગર તરફ જવાનો હતો પ્રાથમિક માહિતી અનુસાર માલપુરથી ચોખાનો જથ્થો ભરેલ ટ્રક મોડાસા થઈને હિંમતનગર તરફ જવાનો હતો. જોકે આ પહેલા પુરવઠાની ટીમ ( Modasa Supply Department seized )દ્વારા ટ્રકને તપાસ કરતા શંકાસ્પદ લાગતા ટ્રકને સીઝ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
જથ્થો સરકારી છે કે નહીં તેની તપાસ ટ્રકમાં ( Truck loaded with government supplies of rice )રહેલો ચોખાનો જથ્થો સરકારી છે કે નહીં તે દિશામાં પુરવઠા વિભાગે ( Modasa Supply Department seized ) તપાસ તેજ કરી છે, જોકે હજુ સુધી ટ્રક ચાલક ન આવ્યો હોવાની માહિતી મળી છે. જેને લઇને તપાસ જૈસે થે હોવાની વિગતો મળી છે. હવે પુરવઠા વિભાગ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું. હાલ તો ટ્રકમાં રહેલા ચોખાના કટ્ટા પર ભારત સરકારના સૌજન્યથી લખેલા લખાણથી અનેક સવાલો ઊઠી રહ્યા છે, આ જથ્થો સરકારી છે કે શું? ચૂંટણી સમયે સરકારી ચોખાના કટ્ટાની ટ્રક ( Grain Scam ) પકડાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.