પાટણઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના કુલપતી ડૉ. જે. જે. વોરા, રજિસ્ટ્રાર ડી. એમ. પટેલ કારોબારી સભ્યો શૈલેષભાઇ પટેલ, સ્નેહલભાઈ પટેલ, મનોજ પટેલ, હરેશભાઈ ચૌધરી સહિત યુનિવર્સિટીના કર્મચારીઓ વૃક્ષારોપણ કર્યું હતુ.
પાટણ યુનિવર્સીટીમા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી યુનિવર્સીટીમાં જતન થતા લીમડા, આંબા સહિતના વૃક્ષોની કાળજી રાખવા સાથે કર્મચારીઓ અને સૌ મહાનુભાવોએ વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધ્યું હતુ. સૌએ પ્રકૃતિના જતનની નેમ સાથે કેમ્પસમાં વધુમા વધુ વૃક્ષોનુ જતન થાય તેવા પ્રયાસો કરતા રહેવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે કારોબારી સભ્ય સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતુ કે, વૃક્ષોમાં વાસુદેવ છે. તેની એક વાર વાવણી કર્યા બાદ સૌની નૈતિક ફરજ છે કે, તેનું જતન થાય તે હેતુથી ગુરૂવારે યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણની સાથે જતન કરવાની જવાબદારી અપી છે.
યુનિવર્સિટીના કુલપતી ડૉ. જે. જે. વોરાએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીના કેમ્પસને હરિયાળુ બનાવવા પ્રતિ વર્ષે વૃક્ષો વાવવામાં આવે છે. આ સાથે સાથે વૃક્ષોના જતનની જવાબદારીનું વહન થાય તે માટે રક્ષાસૂત્ર બાંધવામા આવ્યુ છે.