પાટણઃ જિલ્લામાં સિધ્ધપુર તાલુકાના 47 વર્ષીય વ્યક્તિનો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા અન્ય ચાર વ્યક્તિઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવતા પાટણ જિલ્લામાં કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ આરોગ્ય તંત્રએ વધુ સતર્ક બની કામગીરી હાથ ધરી છે. સાથે જ જિલ્લા પોલીસે પણ લોક ડાઉનલોડનનો ચુસ્ત અમલ કરાવવા કમર કસી છે.
મુંબઈથી સિદ્ધપુર ખાતે આવેલા 47 વર્ષીય વ્યક્તિને આવતા તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તબિયત વધુ બગડતાં તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેની તપાસ કરતાં તેને કોરોના પોઝિટિવ નીકળતા જિલ્લાનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયા હતો.
આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના છ વ્યક્તિઓના સેમ્પલ લીધા હતા. બાદમાં નેત્ર ગામના ત્રણ વ્યક્તિઓને આઈ એમ એ હોસ્પિટલમાં કોરેન્ટાઈન ફેસીલીટીમાં ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં હતા. જેમાં આ ત્રણેયના ટેસ્ટ સેમ્પલ લઇ માટે મોકલ્યા હતા ત્યારે આ ત્રણ વ્યક્તિઓના પોઝીટીવ રીપોર્ટ આવતાં હડકંપ મચી છે.
નેત્રા ગામમાં કોરોના પોઝિટિવ આવેલા આ દર્દીઓ 21 વર્ષ, 48 વર્ષ, અને 51 વર્ષના પુરુષ છે. હાલ, આરોગ્ય વિભાગે નેત્રા ગામના સર્વેની કામગીરી હાથ ધરી સમગ્ર ગામને સીલ કર્યું છે.