- પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ભ્રૂણ હત્યા થતી હોવાની શંકા
- તાવડીયા રોડ પર 13 માનવ ભ્રૂણ મળી આવ્યા
- પ્લાસ્ટિકની બોટલમાં ભરી ભ્રૂણ ફેકવામાં આવ્યા હતા
પાટણ : સિદ્ધપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિદ્ધપુરના તાવડીયા રોડ પર 13 માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટીકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ માનવ ભ્રૂણ જોતા જ ગામના લોકો આશ્રર્યચકીત થઈ ગયા હતા. હાલમાં આ ભ્રુણ કોણ ફેંકી ગયું તે અંગે વધું તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ
પોલીસે તપાસ હાથ ધરી
સિદ્ધપુરના તાવડિયાથી વાધણા જતા રોડ ઉપર આવેલા પાણીના વહોળા નજીક 13 જેટલી બોટલોમાં ભ્રુણ સહિત માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા. આથી, પોલીસને ગ્રામજનો દ્વારા જાણ કરતા સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ બાદ તેઓએ આરોગ્ય વિભાગ અને FSLને જાણ કરતાં બન્ને ટીમ ઘટનાસ્થળે પહોંચી નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા છે. હાલમાં પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સચિન GIDC વિસ્તારમાં આવેલા અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યું ભ્રૂણ
હોસ્પિટલ દ્વારા ભ્રુણ ફેંકાયાનું અનુમાન
ગાયનેક હોસ્પિટલ અથવા પ્રસૂતિગૃહ દ્વારા રસ્તા પર આવી રીતે ભ્રુણ ફેંકાયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમ તથા કાકોશી પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં હતી. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગર્ભપાતનાં રેકેટને લઈને હવે આશંકાઓ ઉભી થઇ રહી છે, ત્યારે પ્લાસ્ટીકની બોટલમાં આ રીતે ભ્રુણના અવશેષો મળી આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.