ETV Bharat / state

મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા

સાંતલપુરમાં એક મહિલાએ અજાણ્યા વ્યક્તિ સાથે કરેલી વાતને બાજુમાં રહેતી 11 વર્ષની બાળકી સાંભળતા તે વાત કોઈને કહી છે કે, નહીં તે બાબતની સાબિતી માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે લઈ જઈ ઉકળતા તેલમાં બાળકીનો હાથ નાખવી સત્યના પારખા કર્યા હતા. હાઇ રે મહિલાની કૃરતા....

મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા
મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા
author img

By

Published : Sep 23, 2021, 2:21 PM IST

Updated : Sep 23, 2021, 2:29 PM IST

  • મહિલા દ્વારા 11 વર્ષની બાળકી ને ઉકળતા તેલમાં હાથ નખાવી સત્યતાના કર્યા પારખાં
  • બાળકી બુમાંબૂમ કરતી રહી પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ અમાનુસી અત્યાચાર કર્યું
  • હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં અપાઈ સારવાર

પાટણ (સાંતલપુર): રાજ્યમાં બાળકો પર ઘણા અત્યાચાર અને અંધશ્રદ્ધાથી કેટલાક લોકો તો જીવ લેવા પર ઉતરી આવે છે આવી જ એક ઘટના પાટણ જિલ્લાના રણકાંધીએ આવેલા સાંતલપુરમા માનવતાને શર્મસાદ કરનારી એક ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાએ પોતાના પાપ છૂપાવવા બાળકીને ડામ આપ્યો હતો. મહિલાએ અજાણ્યા વ્યક્તિ સાથે કરેલી વાતને બળકી સાંભળી બીજા કોઇને જણવી છે કે, કેમ તેના સત્યના પરખા કર્યા હતા. બળકીને ઉકળતા તેલમાં હાથ નાખવાં કહ્યું હતુ. તે દાઝી જતા બુમાબુમ કરતાં આ મહિલા ત્યાંથી નાસી ગઈ હતી અને બાળકીનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

બાળકી ઉપર આવો જુલમ કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાઇ

બાળકી ઉપર આવો જુલમ કરનાર મહિલા સામે બાળકીના પિતાએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ અમાનુષી કૃત્ય આચરનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા

મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને આપ્યો ડામ

પાટણ જિલ્લાના સાંતલપુરમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પિતા સવારે કામ અર્થે ગયા હતા અને પત્ની ખેત મજૂરીએ ગઈ હતી. તે સમયે ઘરમાં તેમના દીકરા દીકરીઓ હતા. બાજુમાં રહેતી લખીબેન રમેશભાઈ મકવાણા નામની મહિલા તેના ઘરે આવી હતી અને 11 વર્ષની બાળકીને કહ્યું હતું કે તે દસ દિવસ અગાઉ મને મારા ઘરમાં અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા જોઈ હતી. તે વાત તે કોઈને દીધી છે, ત્યારે બાળકીએ આ વાત કોઈને ન કરી હોવાનું જણાવ્યું હતું. તેથી મહિલા બાળકીને પોતાના ઘરે લઈ ગઈ હતી અને કહ્યું હતું કે, તે કોઈને વાત ન કરી હોય તો તેની સાબિતી માટે તું ગરમ તેલમાં હાથ નાખી બતાવ જેથી બાળકીએ ના પાડતા મહિલાએ અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહિલા સામે નોંધાઇ ફરિયાદ

મહિલાએ બળજબરીથી તેનો હાથ પકડી ઝૂલા ઉપર તપેલીમાં ઉકળતા તેલમાં બાળકીનો જમણો હાથ કાડા સુધી નાખતા બાળકીએ ચીસો પાડવા લાગી હતી. ત્યારે મહિલા ત્યાંથી નાસી ગઈ હતી. બાળકીનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે તાત્કાલિક સરકારી દવાખાને લઈ ગયા હતા.આ ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સાંતલપુર પોલીસ મથકે આ અમાન્ય કૃત્ય કરનારી મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ બાળકીની સ્થિતિ સારી છે અને તે પોતાના ઘરે પરિવાર સાથે છે.

અમાનુષી કૃત્ય કરનાર મહિલા પોલીસની હિરાસતમાં

આ સમગ્ર ઘટના બાબતે રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અમાનુષી કૃત્ય કરનાર મહિલા દસ દિવસ અગાઉ મહિલા કોઈ અન્ય પુરુષ સાથે વાત કરતી હતી. જે આ બાળકી જોઈ જતા પોતાના કૃત્ય છુપાવવા બાળકીને બોલાવીને તે આ વાત કોઈને કરી છે કે નહીં તેની સાબિતી આપવા ઘરે લઈ જાઈ ધાક-ધમકી આપી ગરમ તેલમાં બાળકીનો હાથ નાખતા તે કાંડા સુધી દાઝી ગઈ છે. બાળકીને સારવાર આપવામાં આવી છે હાલ તેની સ્થિતિ સારી છે અને તે પોતાના ઘરે છે. જ્યારે મહિલા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

  • માનવતાને શર્મશાર કરનાર અને એવી જ એક ઘટના

સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામે બે પાડોશીના ઝઘડામાં સત્યના પારખા કરાવવા ગરમ તેલમાં હાથ બોળતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો અને બોલાચાલી બાદ સત્યની પરખ કરાવવા એક મહિલા અને એક પુરુષ ગરમ તેલમાં હાથ બોળતા વાયરલ વિડિયોમાં નજરે પડે છે. માતાજીની શ્રધ્ધાના નામે ઝધડો થયા પછી કોણ સાચું અને કોણ ખોટું જાણવા માટે ગરમ‌ તેલમાં હાથ બોળ્યો હોવાની ચર્ચાઓ છે. આજના ડિજિટલ અને આધુનિક યુગમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધા હોવાનું વિડિયોમાં જણાઈ રહ્યું છે. મહિલા અને પુરુષ ગરમ ઉકળતા તેલમાં હાથ નાખતા દાજી જતા ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે લાઇ જવાયા હતા. ત્યારબાદ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ETV Bharat આ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન કરતું નથી.

હાલના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં એટલા તરબોળ થઈ ગયા છે કે, સત્યના પારખા કરવા માટે કાંઈ પણ હદે પહોચી શકે છે. કચ્છ રાપરના ગેડી ગામે ઉકળતા તેલમાં હાથ બોળાવવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 યુવકોના હાથ દાઝી ગયાં છે. આ યુવકો આજે બુધવારે રાપરના સરકારી દવાખાને સારવાર લેવા માટે આવતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ ઘટનાના પગલે રાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

આધુનિક યુગમાં સત્યના પારખા માટે 10મી ઓગસ્ટના રોજ રાપર તાલુકાના ગેડી ગામમાં આવેલા મેલડી માતાના મંદિર ખાતે ઉકળતા તેલમાં બળજબરીથી હાથ બોળાવવાનો બનાવ બન્યો હતો. જેમાં છ યુવકોના હાથ દાઝી ગયા હતા. ઘટનાના પગલે રાપર પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી હતી, ત્યારે આજે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડયા છે.

Last Updated : Sep 23, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.