- ગત ચૂંટણીમાં કોંગ્રેસનાં બે અને ભાજપનાં બે ઉમેદવારોને મળી હતી જીત
- પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત
- ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટર લાઈન પણ નથી
પાટણ: નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઇ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. એક તરફ નેતાઓ પ્રજાને રીઝવવા માટે કામે લાગ્યા છે, ત્યારે ETV BHARATની ટીમે વોર્ડ નં.1નાં લોકો પાસેથી તેમની સમસ્યાઓ જાણી હતી.
પ્રજાએ પ્રતિનિધિઓને જીતાડ્યા, તેમ છતાં સમસ્યાઓ જેમની તેમ
વર્ષ 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.1માંથી કોંગ્રેસના બે અને ભાજપના બે ઉમેદવારો અને જીત મળી હતી. આ વોર્ડનાં મતદારોએ ઉમેદવારોને અઢળક મતો આપી વોર્ડનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હતો. જો કે, અહીંની મુખ્ય સમસ્યાઓ જેવી કે પીવાના પાણીની, તૂટેલા રોડ અને ગટર ઊભરાવવાની સમસ્યાઓ આજની તારીખે પણ યથાવત જોવા મળે છે.