ETV Bharat / state

કમલીવાડા ગામમાં અનુસૂચિત જાતિના યુવાનના લગ્નમાં થયો પથ્થરમારો - લગ્ન સમારંભના બનાવો

પાટણ તાલુકાના કમલીવાડા ગામે અનુસૂચિત જાતિના યુવાનના લગ્નનો વરઘોડો નીકળતા ગામના જ કેટલાક લોકોએ રોકી પથ્થરમારો કરતાં પરિસ્થિતિ તંગ બની હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો હતો. ઘટનાને પગલે ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

યુવાનના લગ્નમાં થયો પથ્થરમારો
યુવાનના લગ્નમાં થયો પથ્થરમારો
author img

By

Published : Feb 17, 2021, 4:29 PM IST

  • લગ્નના વરઘોડા ઉપર કરાયો પથ્થરમારો
  • પથ્થરમારો કરતા મચી હતી દોડધામ
  • પોલીસ બંદોબસ્ત સાથે યુવનના લગ્નનો નીકળ્યો વરઘોડો

પાટણ: તાલુકાના કમલીવાડા ગામમાં રહેતા પરમાર વિશ્વજીવત ખેંગારભાઇના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો . ત્યારે આ વરઘોડાને રોકવા દરબાર તથા ઠાકોર સમાજના કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. એકાએક બનેલ આ બનાવથી વરઘોડામાં સામેલ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ સમયે બંને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં વાતાવરણ તંગ બન્યુ હતું. પાટણ તાલુકા પોલીસને ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો અને સમજાવટ બાદ વરઘોડો નીકળ્યો હતો.

ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ થશે

ઘટનાની જાણ થતાં પાટણના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઇ એમ. પરમાર સહિત અનુસૂચિત સમાજના આગેવાનો કમલીવાડા ગામે દોડી ગયા હતા. સમગ્ર બનાવ અંગે વરરાજાના પિતા ખેંગારભાઇ પરમારએ જણાવ્યું હતું કે, પોતાના પુત્ર વિશ્વજીતને પરણવા જવાનું છે તેમજ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.