પાટણઃ શહેર સહિત જિલ્લામાં એપીએલ-1 રેશન કાર્ડ ધારકોને વિવિધ વોર્ડ વિસ્તારોમાં આવેલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર પર સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કતારોમાં ઉભા થઈ ગયા હતા. આ વિતરણ દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી હતી. સસ્તા અનાજની દુકાનો પાસે અવ્યવસ્થા ન સર્જાય તે માટે દરેક વોર્ડ વિસ્તારના નગર સેવકો સામાજિક કાર્યકરો અને વહીવટી તંત્રના કર્મચારીઓ તથા બે પોલિસ કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા.
દુકાનો ઉપર વધુ ભીડ એકત્ર ન થાય તે માટે દુકાનદારોએ 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા આપવા પહેલાથી જ પેકીંગ તૈયાર કરી રાખવામાં આવ્યા હતા. કાર્ડ ધારકોને માત્ર 10 કિલો ઘઉંનું વજન કરી બાકી તમામ વસ્તુઓના પેકીંગ આપી દેતા વ્યવસ્થા જળવાઈ રહી હતી.