- બીજા વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ સાદગીપૂર્ણ રીતે મહોરમ પર્વની કરી ઉજવણી
- શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયા મૂકી કરી ઉજવણી
- સરકારની ગાઇડલાઇન પ્રમાણે પાટણમાં મુસ્લિમોએ મહોરમ પર્વની ઉજવણી કરી
પાટણ: કરબલાના ધોમધખતા રણમાં માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય ખાતર પોતાના કુટુંબ કબીલા સહીત 72 જાનીસાર સાથીઓની સાથે શહાદત વહોરનાર ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમદ મુસ્તફાના નવાસા અને હઝરત મૌલાઅલીના પુત્ર શહીદ ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં મનાવતા મહોરમ પર્વ નિમિત્તે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા મૂકવામાં આવ્યા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ જુલુસ મોકૂફ રાખી સાદગીપૂર્ણ રીતે મહોરમ પર્વની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તાજીયા-ગણેશ વિસર્જન સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
કોરોના નાબૂદી માટે મુસ્લિમ બિરાદરોએ કરી ખાસ દુઆ
શુક્રવારે વ્યમે અસુરા મનાવવામાં આવ્યો હતો અને વિવિધ સ્થળોએ તાજીયા શરીફ ઘોડા, અલમ મુબારક પાસે નાત શરીફ અને સલામ સાથે મન્નતો અદા કરવામાં આવી હતr. કોરોના નાબૂદી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આમ પાટણમાં મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખી હઝરત ઈમામ હુસૈનને અકીદત પેશ કરી દિવસ ઇબાદતમાં પસાર કર્યો હતો.