- પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ચૂંટણી
- પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થતાં તેમના સમર્થકોમાં જોવા મળ્યો આનંદ
- કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્ર ઠાકર નિમાયા
આ પણ વાંચોઃ પોરબંદર છાયા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પાટણઃ સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી યોજાયા બાદ પરિણામો જાહેર થયા છે. ભાજપે 26 બેઠકો સાથે જંગી બહુમતી મેળવી છે ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સિદ્ધપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કનુજી ઠાકોરે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેટ ચૂંટણી અધિકારીને સુપરત કરતા પ્રમુખ માટે કૃપાબેન આચાર્ય અને ઉપપ્રમુખ માટે નારીભાઈ અસનાણીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કે અન્ય પક્ષના કોઇ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા.
આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પાર્ટી દ્વારા કારોબારી ચેરમેન અને પક્ષના દંડકની કરાઈ વરણી
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ પાર્ટી દ્વારા કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્ર ઠાકર અને પક્ષના દંડક તરીકે કનુજી ઠાકોર ની વરણી કરાઈ હતી તો સિદ્ધપુર નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ કૃપાબેન આચાર્યએ ચૂંટાયેલા તમામ સભ્યોને સાથે રાખીને નગરનો વિકાસ કરવા હંમેશા પ્રયત્ન રહેવા જણાવ્યું હતું.