ETV Bharat / state

પાટણની ટીપી-2 સ્કીમની કાર્યવાહી 7 દિવસમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ધારાસભ્યએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી

author img

By

Published : Jul 23, 2020, 10:08 PM IST

પાટણમાં વર્ષ 2012માં મંજૂર થયેલી ટીપી-2 સ્કીમ આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી. પાટણના વિકાસ માટે આ ટીપી સ્કીમ મહત્વની હોઇ આગામી સાત દિવસમાં તેની કાર્યવાહી પૂર્ણ કરવામાં નહીં આવે તો 28મી જુલાઈના રોજ મુખ્યપ્રધાન અને નગર નિયોજકની કચેરી ખાતે ના છૂટકે ભુખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ઉચ્ચારી છે.

પાટણમાં ટીપી 2 સ્કીમની કાર્યવાહી મુદ્દો, ધારાસભ્યએ ભૂખ હડતાલની ચીમકી આપી

પાટણ: પાટણના જાગૃત ધારાસભ્ય પોતાના મત વિસ્તારના વિકાસના પ્રશ્નોને લઇ સરકારમાં રજૂઆતો કરતાં રહે છે અને તેને મંજૂર કરાવી વિસ્તારનો વિકાસ સતત આગળ ધપાવી રહ્યા છે. પાટનગરનો ચોતરફ વિકાસ થાય તે માટે કેટલાય વર્ષો પહેલા ટીપી 2 સ્કીમ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી તેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી નથી. આ બાબતે પાટણના ધારાસભ્યએ વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી.

ત્યારે નાયબ મુખ્યપ્રધાને તાત્કાલિક ટીપી સ્કીમ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત TPO દ્વારા પણ એક માસ અગાઉ 10 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવાની ખાત્રી પણ આપી હતી જે કામગીરી આજદિન સુધી પૂર્ણ થયી નથી. જેથી પાટણના ધારાસભ્યએ પાટણના વિકાસ માટે રાજ્યના મુખ્યપ્રધાન તથા મુખ્ય નગર નિયોજકને પત્ર લખી જણાવ્યું છે કે આગામી સાત દિન માં ટીપી-2ની કાર્યવાહી પૂર્ણ કરવામાં નહીં આવે તો તારીખ 28મી જુલાઈના રોજ ના છૂટકે મુખ્ય નગર નિયોજકની કચેરી સામે ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.